Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 9:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તે સૂર્યને આજ્ઞા કરે, તો તે ઊગતો નથી; અને તારાઓને બંધ કરીને છાપ મારે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઊગતો નથી અને તે તારાગણનો પ્રકાશ રોકી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તે એ જ ઈશ્વર છે જે સૂર્યને આજ્ઞા કરે છે અને તે ઊગતો નથી, અને જે તારાઓને ઢાંકી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જો તે આજ્ઞા કરે, તો સૂર્ય ઊગશે નહિ, અને એ તારાઓને ગોંધી શકે છે જેથી તેઓ ઝગમગી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 9:7
13 Iomraidhean Croise  

તે દરેક માણસને પોતાના હાથથી કામ કરતાં અટકાવે છે; કે તેમનાં સરજેલાં સર્વ માણસોને તેમના સામર્થ્યનું ભાન થાય.


આકાશના તારાઓ તથા નક્ષત્રો પ્રકાશ આપશે નહિ; સૂર્ય ઊગતાં જ અંધરાશે, ને ચંદ્રનો પ્રકાશ પડશે નહિ.


પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કંઈ જ વિસાતમાં નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે; કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી, અથવા તમે શું કરો છો, એવું કોઈ તેમને કહી શકતો નથી.


કેમ કે, જો, જે પર્વતોના રચનાર તથા વાયુના ઉત્પન્નકર્તા તથા મનુષ્યના મનમાં શા વિચારો છે તે તેને કહી દેખાડનાર, જે સવારને અંધકારરૂપ કરનાર તથા પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર ચાલનાર છે, તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.


તે દિવસે હું સૂર્યને ખરે બપોરે અસ્ત પમાડીશ, ને હું ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરીશ, ” એમ પ્રભુ યહોવા કહે છે.


અને તે દિવસોની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશનાં પરાક્રમો હલાવાશે.


તે સમયે, એટલે યહોવાએ અમોરીઓને ઇઝરાયલીઓને સ્વાધીન કર્યા તે દિવસે, યહોશુઆ યહોવાની આગળ બોલ્યો; અને ઇઝરાયલના જોતાં તે બોલ્યો; અને ઇઝરાયલના જોતાં તે બોલ્યો, “સૂર્ય, તું ગિબ્યોન ઉપર સ્થિર રહે; અને ચંદ્ર, તું આયાલોનની ખીણ ઉપર [સ્થિર રહે].”


અને લોકોએ તેઓના શત્રુ ઉપર વેર વાળ્યું ત્યાં સુધી સૂર્ય સ્થિર રહ્યો, ને ચંદ્ર થંભી રહ્યો. એ યાશારના પુસ્તકમાં લખેલું નથી શું? અને આકાશની મધ્યે સૂર્ય થંભી રહ્યો, અને આશરે એક આખા દિવસ સુધી તેણે આથમવાની ઉતાવળ ન કરી.


Lean sinn:

Sanasan


Sanasan