Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 9:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે પર્વતોને ખસેડે છે, અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે, ત્યારે તેઓને તેની ખબર પડતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તે પહાડોને અચાનક ખસેડી નાખે છે, અને પોતાના કોપમાં તેમને ઉથલાવી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે પર્વતોને ખસેડે છે અને જ્યારે તે પોતાના કોપથી તેમને ઊંધા વાળે છે. ત્યારે તેઓને તેની ખબર પડતી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તે દેવ જ્યારે ગુંસ્સે થાય છે ત્યારે પર્વતોને હલાવી દે છે અને તેઓને તેની ખબર પડતી નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 9:5
23 Iomraidhean Croise  

તેમની આગળ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કંઈ ઢાંકણ નથી.


તે ચકમકના ખડક પર પોતાનો હાથ લંબાવે છે; તે પર્વતોને સમૂળગા ઊંધા વાળે છે.


માટે તે તેઓનાં કામોની ખબર લે છે. અને તે તેમને રાતમાં એવા પાયમાલ કરે છે કે તેમનો વિનાશ થઈ જાય છે.


તારા કોપનો ઊભરો [ગર્વિષ્ઠો પર] ઢોળી દે, અને તેના પર દષ્ટિ કરીને તેને નમાવી દે.


તેની સાથે યુદ્ધ કરીને કોણ ફતેહ પામ્યો છે? આખા આકાશ નીચે એવો કોઈ નથી.


અરે પર્વતો, તમને શું થયું કે તમે મેંઢાઓની જેમ કૂદ્યા? ડુંગરો, તમે કેમ ગાડરની માફક કૂદ્યા?


માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય,


ત્યારે પૃથ્વી કંપી, વળી ઈશ્વરની આગળ આકાશમાંથી વરસાદ પડયો; ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની આગળ સિનાઈ પર્વત [કાંપ્યો].


કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, ને વેંતથી આકાશ માપી આપ્યું છે, ને કોણે માપામાં પૃથ્વીની ધૂળ મવડાવી છે, ને કાંટાથી પર્વતોને તથા ત્રાજવાંથી પહાડોને તોળ્યા છે?


પર્વતો તેમને જોઈને કાંપે છે, ને ડુંગરો પીગળી જાય છે. તેમની આગળ પૃથ્વી, હા, જગત તથા તેના સર્વ રહેવાસીઓ હાલી ઊઠે છે.


પ્રભુના રોષ આગળ કોણ ઊભું રહી શકે? અને તેમના કોપના આવેશ સમયે કોણ ટકી શકે? તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ રેડાય છે, ને તેનાથી ખડકો તૂટીને તેમના કકડા થઈ જાય છે.


પર્વતો તમને જોઈને ડરે છે. ત્યાં આગળ થઈને પાણીની રેલ ચાલે છે. ઊંડાણ પોતાનો અવાજ કાઢે છે, ને પોતાના હાથ ઊંચા કરે છે.


તે ઊભા રહીને પૃથ્વીને હલાવે છે; તે નજર કરીને પ્રજાઓને વિખેરી નાખે છે. અનાદિ પર્વતોના ટુકડેટુકડા થઈ ગયા છે, સનાતન ડુંગરો નમી ગયા છે. તેમના માર્ગો સદાકાળના છે.


હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે.


ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું, જો તમને વિશ્વાસ હોય, ને તમે સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો એટલું જ નહિ, પણ જો તમે આ પહાડને કહેશો કે, તું ઊંચકાઈને સમુદ્રમાં નંખા, તો તેમ જ થશે.


ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા,


અને મોટા મોટા ધરતીકંપો [થશે] , તથા ઠેરઠેર દુકાળો પડશે તથા મરકીઓ ચાલશે; અને આકાશમાંથી ભયંકર ઉત્પાત તથા મોટાં મોટાં ચિહ્નો થશે.


જો કે મને પ્રબોધ કરવાનું દાન હોય, અને હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં, અને જો હું પર્વતોને પણ ખસેડી શકું એવો મને પૂરો વિશ્વાસ હોય, પણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી.


તે સમયે મોટો ધરતીકંપ થયો, જેથી તે નગરનો દસમો ભાગ જમીનદોસ્ત થયો. એ ધરતીકંપથી સાત હજાર માણસો માર્યા ગયાં. અને જે બાકી રહ્યાં હતાં તેઓ ભયભીત થયાં, ને તેઓએ આકાશના ઈશ્વરની સ્તુતિ કરી.”


વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ જતું રહ્યું, અને દરેક પહાડ તથા બેટને પોતપોતાને ઠેકાણેથી ખસેડવામાં આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan