Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 9:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 [એ] તો જ્ઞાની તથા સામર્થ્યવાન [છે] ; તેમની સામો થઈને કોણ આબાદાની પામ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 એ તો સર્વજ્ઞ અને સર્વસમર્થ છે; તેમની સામે પડીને કોણ સફળ થઈ શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ઈશ્વર જ્ઞાની તથા પરાક્રમી છે, તેમની સામે થઈને કોણ આબાદાની પામ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે વિદ્વાન તથા સર્વસમર્થ છે, કોઇપણ માણસ ઇજા પામ્યા વગર દેવ સામે લડી શકે તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 9:4
39 Iomraidhean Croise  

જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે, અને તેમનાં યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ ચેતવણીનો નાદ કરવા માટે [અમારી સાથે] છે. હે ઇઝરાયલી લોકો, તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની સામે ન લડો. તેમાં તમે ફતેહ પામશો નહિ.”


“હે અમારા પિતૃઓના ઈશ્વર, યહોવા, શું તમે આકાશવાસી ઈશ્વર નથી? શું તમે વિદેશીઓનાં સર્વ રાજ્યો પર અધિકારી નથી?તમારા હાથમાં એટલું બધું બળ તથા પરાક્રમ છે કોઈ તમારી સામે ટકવાને સમર્થ નથી.


અને તે તને જ્ઞાનના મર્મો સમજાવે કે, ખરું જ્ઞાન તો બહુવિધ છે, તો કેવું સારું! તે માટે જાન કે, તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઈશ્વર તારા પર થોડી શિક્ષા લાવે છે.


તેનામાં જ્ઞાન તથા બળ હોય છે; તેને અક્કલ તથા સમજણ પણ હોય છે.


એથી તું તારું મન ઈશ્વરની વિરુદ્ધ કરે છે, અને તેવા શબ્દો પોતાના મુખમાંથી નીકળવા દે છે.


શું તે પોતાની સત્તાના મહત્વમાં મારી સાથે વિવાદ કરત? નહિ; પણ તે મારું કહેવું તેમના લક્ષમાં લેત.


તે પોતાના પરાક્રમ વડે સમર્થોને પણ ‍ નમાવે છે; તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી, ત્યારે પણ તેઓ પાછા ઊઠે છે.


“સત્તા તથા ભય તેમની પાસે છે; તે પોતાનાં ઉચ્ચસ્થાનોમાં શાંતિ કરે છે.


ઈશ્વર તેનો માર્ગ સમજે છે, અને તે જ તેનું સ્થળ જાણે છે.


જો, ઈશ્વર પરાક્રમી છે, અને કોઈનો તુચ્છકાર કરતા નથી. તે મહા બુદ્ધિમાન છે.


સર્વશક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી; તે મહા પરાક્રમી છે; તે ઇનસાફને ઊંધો વાળશે નહિ.


વાદળાંમાં જ્ઞાન કોણે મૂક્યું છે? અથવા ધૂમકેતુને કોણે સમજણ આપી છે?


વાદળોની ગણતરી કરવાને કોની અક્કલ પહોંચી શકે? અથવા આકાશની મશકો કોણ રેડી શકે કે,


તને ઈશ્વરના જેવા હાથ છે? તેના જેવા અવાજથી શું તું ગર્જી શકે છે?


શું તું તેના નાકમાં નાથ નાખી શકે? કે આંકડાથી તેનું જડબું વીંધી શકે?


ત્યારે તો હજીયે મને દિલાસો થાય; હા, એવા અસહ્ય દુ:ખોમાંયે હું આનંદ માનું; કેમ કે મેં પવિત્ર [ઈશ્વર] નાં વચનોની અવગણના કરી નથી.


જો પરાક્રમીના બળ વિષે [બોલીએ] , તો તે જ બળવાન છે! જો ઇનસાફ વિષે [બોલીએ] તો મને અરજ કરવાનો વખત કોણ ઠરાવી આપશે?


હે યહોવા, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તમારી સંપત્તિથી ભરપૂર છે.


જેમણે પોતાના ડહાપણ વડે આકાશો ઉત્પન્‍ન કર્યાં છે [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.


અને તમારી વિરુદ્ધ ઊઠનારને તમે તમારો કોપ મોકલો છો, ને ને તે તેઓને ખૂંપરાની પેઠે ભસ્મ કરે છે.


અને ફારુને માણસ મોકલીને [તપાસ કરાવી] તો જુઓ, ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એક પણ મર્યું નહોતું. પણ ફારુનનું હ્રદય હઠીલું હતું, માટે તેણે લોકોને જવા દીધા નહિ.


હંમેશાં ભય રાખનાર માણસને ધન્ય છે; પણ જે માણસ પોતાનું હ્રદય કઠોર કરે છે તે વિપત્તિમાં પડશે.


જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.


જે પોતાના બનાવનાર સાથે વાદ કરે છે તેને અફસોસ! માટીનાં ઠીકરાંમાં તે ઠીકરું જ છે! શું માટી ઘડનારને પૂછે કે, ‘તું શું કરે છે?’ અને શું તારું કામ [કહે કે,] ‘તારા કામને હાથ નથી?’


હે બાબિલ, મેં તારે માટે છટકું માંડયું છે; તું સપડાયો છે, ને તું તે જાણતો ન હતો! તું હાથ આવ્યો, ને તું પકડાયો પણ છે. કેમ કે તેં યહોવાની સાથે બાથ ભીડી છે.


દાનિયેલે કહ્યું, “ઈશ્વરનું નામ સદાસર્વકાળ સ્તુત્ય હો; કેમ કે જ્ઞાન તથા પરાક્રમ તેમનાં છે.


યહોવા કોપ કરવામાં ધીમા ને મહા પરાક્રમી છે, તે [દોષિતને] કોઈ પણ રીતે નિર્દોષ ગણનાર નથી. યહોવાનો માર્ગ વંટોળિયામાં તથા તોફાનમાં છે, ને વાદળાં તેમના પગની રજ છે.


આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ઠરાવો કેવા ગૂઢ, ને તેમના માર્ગો કેવા અગમ્ય છે!


તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


અને તેમની મહાન શક્તિના સામર્થ્ય પ્રમાણે આપણ વિશ્વાસ કરનારાઓમાં તેમની શક્તિનું મહત્ત્વ શું છે, તે તમે જાણો.


સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેમણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે.


જેથી જે સંકલ્પ તેમણે સનાતકાળથી આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં કર્યો,


હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં આપણે માટે પુષ્કળ કરી શકે છે,


Lean sinn:

Sanasan


Sanasan