Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 8:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 કૃપા કરીને આગલા જમાના [ના લોક] ને પૂછ, અને આપણા પિતૃઓએ ખોળી કાઢયું છે, તે પર ધ્યાન આપ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 કૃપા કરી પાછલી પેઢીઓને પૂછી જો, અને પૂર્વજોનાં સંશોધન લક્ષમાં લે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 કૃપા કરીને તું અગાઉની પેઢીઓને પૂછી જો; આપણા પિતૃઓએ શોધી નાખ્યું તે જાણી લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “તું પહેલાની પેઢીઓને પૂછી જો! જાણી લે આપણા પિતૃઓ શું શીખ્યા હતા?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 8:8
15 Iomraidhean Croise  

રહાબામ રાજાએ, તેના પિતા સુલેમાનની હયાતીમાં તની હજૂરમાં જે વડીલો ઊભા રહેતા હતા, તેઓની સલાહ લેતાં પૂછ્યું, “આ લોકોને શો ઉત્તર આપવો, એ વિષે તમે મને શી સલાહ આપો છો?”


વૃદ્ધ પુરુષોમાં ડહાપણ હોય છે, અને પાકી વયમાં સમજણ હોય છે.


મારી આંખોએ [એ] બધું જોયું છે, મારા કાનોથી એ સાંભળીને હું સમજ્યો છું.


અમારામાં ઘણા પળિયાંવાળા, તથા તારા પિતાથી ઘણી મોટી ઉંમરના વૃદ્ધ પુરુષો છે.


(તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓથી [સાંભળીને] જાહેર કર્યું છે અને છુપાવ્યું નથી.


શું તું જાણતો નથી કે, પ્રાચીન કાળથી, એટલે મનુષ્ય પૃથ્વી ઉપર ઉત્પન્ન થયું તે સમયથી,


હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં, એટલે પુરાતન કાળમાં, તમે કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે,


જીવતો, હા, જીવતો માણસ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે; પિતા [પોતાનાં] સંતાનોને તમારી સત્યતા જાહેર કરશે.


હે વૃદ્ધ પુરુષો, આ સાંભળો, દેશના સર્વ રહેવાસીઓ, તમે કાન દો. આ તમારા વખતમાં બન્યું છે કે, તમારા પૂર્વજોના વખતમાં?


કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું, તે આપણને શિખામણ [મળવા] ને માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્ર શાસ્‍ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.


હવે એ બધું તેઓને વીત્યું તે તો દાખલો લેવા માટે થયું. અને જેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવા આપણને બોધ મળે તેને માટે તે લખવામાં આવ્યું છે.


પૂર્વકાળના દિવસો સંભાર, ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કર. તારા પિતાને પૂછ, એટલે તે તને કહી બતાવશે; તારા વડીલોને [પૂછ] , એટલે તેઓ તને કહેશે


કેમ કે ઈશ્વરે મનુષ્યને પૃથ્વી પર ઉત્પન્‍ન કર્યું તે દિવસથીઇ માંડીને તારી અગાઉનો જે વખત વીતી ગયો છે તેને, તથા પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી પૂછી જો, કે વારું, આ અદભૂત કૃત્ય જેવું [બીજું કંઈ] થયું છે, અથવા તેના જેવું કંઈ સાંભળવામાં આવ્યું છે?


Lean sinn:

Sanasan


Sanasan