Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 8:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 શું ઈશ્વર ન્યાય ઉલટાવી નાખે છે? કે, ‍ શું સર્વશક્તિમાન ઈનસાફ ઊંધો વાળે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 શું ઈશ્વર ન્યાયને કદી મચડે છે? શું સર્વસમર્થ ઈનસાફને વિકૃત કરે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 શું ઈશ્વર અન્યાય કરે છે? સર્વશક્તિમાન ઈશ્વર ઈન્સાફ ઊંધો વાળે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 શું દેવ અન્યાય કરે છે? સર્વસમર્થ દેવ, જે વાત સાચી છે તેને શું બદલે છે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 8:3
29 Iomraidhean Croise  

એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”


માટે યહોવાનો ડર રાખીને, સંભાળીને કામ કરજો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને આન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી.”


જુલમ કરવો તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોની યોજના પર પ્રસન્નતા દેખાડવી, એ શું તમને શોભે?


તો હવે સમજી લો કે ઈશ્ચરે મને ઉથલાવી પાડયો છે, અને તેમણે પોતાની જાળથી મને ઘેરી લીધો છે.


અન્યાયને લીધે હું પોકાર કરું છું, પણ મારી દાદ સાંભળવામાં આવતી નથી; હું મદદને માટે પોકારું છું, પણ ન્યાય [મળતો] નથી.


સર્વશક્તિમાન કોણ છે કે, અમે તેની સેવા કરીએ? અમે તેની પ્રાર્થના કરીએ તો તેથી અમને શો લાભ થાય?’


તેની પોતાની જ આંખો તેનો નાશ જુએ, અને સર્વશક્તિમાનના કોપનો [પ્યાલો] તે જ પીએ, એમ થવું જોઈએ.


કેમ કે અયૂબે કહ્યું છે, ‘હુમ ન્યાયી છું, અને ઈશ્ચરે મારો હક ડુબાવ્યો છે;


ખરેખર ઈશ્વર દંભીઓનું સાંભળશે નહિ, અને સર્વશક્તિમાન તેઓને લેખવશે નહિ.


તે જે કાર્યો કરે છે તે કોઈના ફરમાવ્યાથી કરે છે? અથવા ‘તેં અનીતિ કરી છે’ એમ કોઈ તેમને કહી શકે?


હું વેગળેથી બહુવિધ જ્ઞાન લાવીને મારો કર્તા ન્યાયી છે એ હું સાબિત કરીશ.


સર્વશક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી; તે મહા પરાક્રમી છે; તે ઇનસાફને ઊંધો વાળશે નહિ.


‘શું મરનાર માણસ ઈશ્વર આગળ ન્યાયી હોય? શું મનુષ્ય પોતાના કર્તા આગળ પવિત્ર ગણાય?’


“શું નિંદાખોરથી સર્વશક્તિમાનની સાથે વિવાદ થઈ શકે? જે ઈશ્વરની સાથે વાદવિવાદ કરે છે, તે તેનો ઉત્તર આપે.”


શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે, માટે તું મને દોષિત ઠરાવશે?


“હું ખરેખર જાણું છું કે એમ જ છે; પણ માણસ ઈશ્વરની આગળ કેમ કરી ન્યાયી ઠરે?


ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે; તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.


વળી રાજાનું સામર્થ્ય ઇનસાફને ચાહે છે; તમે ન્યાયને સ્થાપન કરો છો, તમે યાકૂબમાં ઇનસાફ તથા ન્યાયીપણું કરો છો.


તેમ છતાં તમે કહો છો કે, પ્રભુનો વ્યવહાર અદલ નથી. હે ઇઝરાયલ લોકો, હવે સાંભળો:શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો વિપરીત નથી શું?


એમ છતાં તારા લોકો કહે છે કે, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી.


તેમ છતાં તમે કહો છો, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી, ’ હે ઇઝરાયલ લોકો, હું તમારા દરેકનો તેનાં આચરણ પ્રમાણે ન્યાય કરીશ.”


એ માટે યહોવા યોગ્ય સમય જોઈને એ આપત્તિ અમારા પર લાવ્યા છે, કેમ કે અમારા ઈશ્વર યહોવા પોતે જે જે કરે છે, તે સર્વ કામો ન્યાયયુક્ત છે, ને અમે તેમની વાણી માની નથી.


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે. કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે.


તેઓ ઈશ્વરના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે, “ હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારાં કામો મહાન તથા અદભુત છે. હે યુગોના રાજા, તમારા માર્ગ ન્યાયી તથા સત્ય છે.


ત્યારે મેં વેદીને એમ કહેતાં સાંભળી, “હા, હે સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, તમારા ન્યાયચુકાદા સત્ય તથા યથાર્થ છે.”


Lean sinn:

Sanasan


Sanasan