Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 વાદળાં જેમ ઓગળી જાય છે ને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઉતરનાર ફરીથી ઉપર આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 વાદળ વેરાઈ જઈને લોપ થઈ જાય છે, તેમજ મૃત્યુલોક શેઓલમાં ઊતરનાર પાછા ઉપર આવતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે, તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 જેમ વાદળાં વિખેરાઇ અને અલોપ થઇ જાય છે, જે કબરમાં જાય છે ને ફરી કદી ઉપર આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:9
14 Iomraidhean Croise  

પણ હવે તે મરણ પામ્યું છે, તો શા માટે મારે ઉપવાસ કરવો? શું હું તેને પાછો લાવી શકું એમ છે? હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે પાછું નહિ જ આવે.”


આપણે [બધાંએ] મરવું એ નક્‍કી છે, ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું કરી શકાતું નથી, તેના જેવાં આપણે પણ છીએ; અને ઈશ્વર [કોઈનો] જીવ લેતા નથી, પણ ઉપાયો યોજે છે, એ માટે કે, જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી [હંમેશાં] દૂર ન રહે.


કેમ કે પછી તો જ્યાંથી પાછું નહિ આવી‍ શકાય ત્યાં, એટલે અંધકારના તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે;


તે ગગન જેટલું ઊંચું છે; એમાં તારું શું વળે? તે શેઓલ કરતાં ઊંડું છે; તું શું જાણી‍ શકે?


કેમ કે થોડાં વર્ષ વીતશે ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ.


જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોય; જો મેં અંધારામાં મારો પલંગ બિછાવ્યો હોય;


તે શેઓલની ભૂંગળો સુધી ઊતરી જશે, [ત્યાં ગયા] પછી ધૂળમાં આરામ મળશે.”


કેમ કે હમણાં તો હું સૂતેલો હોત, અને શાંતિમાં હોત. હું ઊંઘી ગયો હોત, તો મને નિરાંત હોત.


મારે માથે ઘોર પ્રસંગ આવી પડયો છે, તેઓ પવનની જેમ મારી આબરૂને ઘસડી લઈ જાય છે; અને મારી આબાદી વાદળની માફક લોપ થઈ ગઈ છે.


તે ઘાડા વાદળમાં પાણી ભરે છે, તે વાદળાંમાંથી વીજળીને પ્રસારે છે.


હું અહીંથી જાઉં, અને હતો ન હતો થાઉં તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે, હું બળ પામું.


મરેલા જીવશે નહિ; મૃત્યુ પામેલાઓ પાછા ઊઠશે નહિ; તે જ માટે તમે તેમનો ન્યાય કરીને તેમનો નાશ કર્યો છે, ને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.


મેં કહ્યું, હું યહોવાને જોઈશ નહિ, જીવતાંઓની ભૂમિમાં હું યહોવાને જોઈશ નહિ; સંસારના રહેવાસીઓની સાથે હું ફરી માણસને નિહાળીશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan