Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મારા દિવસ વણકરના કાંઠલા કરતાં વધારે વેગવાળા છે, અને આશા વિના વહી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 વણકરના કાંટલા કરતાં ય મારા દિવસો વધુ ઝડપથી પસાર થાય છે, અને કોઈ પણ આશા વિના તેમનો અંત આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મારા દિવસો વણકરના કાંટલા કરતા વધુ ઝડપી છે, અને આશા વિના તેનો અંત આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “મારા દિવસો વણકરના કાંટલા કરતાઁ વધુ ઝડપી છે, અને આશાઓ વિનાનો મારા જીવનનો અંત આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:6
23 Iomraidhean Croise  

તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; પરંતુ મારી વર્તણૂક [નિર્દોષ છે એમ] હું તેમની આગળ સાબિત કરીશ.


પાણી પથ્થરોને ઘસી નાખે છે, તેની રેલ પૃથ્વીની ધૂળ ઘસડી જાય છે; તેમ તમે માણસની આશાનો નાશ કરો છો.


કેમ કે થોડાં વર્ષ વીતશે ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ.


મારો દમ ક્ષીણ થયો છે, મારું આયુષ્ય સમાપ્ત થયું છે, મારે માટે કબર તૈયાર છે.


મારું આયુષ્ય વીતી ગયું છે, મારી યોજનાઓ નિષ્ફળ થઈ છે. મારા હ્રદયના વિચારો પણ [વ્યર્થ ગયા છે].


તો પછી મારી આશા ક્યાં રહી? અને મારી આબાદીને કોણ જોશે?


તે શેઓલની ભૂંગળો સુધી ઊતરી જશે, [ત્યાં ગયા] પછી ધૂળમાં આરામ મળશે.”


તેમણે ચારે તરફ મને તોડી પાડયો છે, અને મારું આવી બન્યું છે. તેમણે ઝાડની જેમ મારી આશા જડમૂળથી ઉખેડી નાખી છે.


મારું બળ શું છે કે હું સહનશક્તિ રાખું? અને મારો અંત કેવો થવાનો છે કે હું ધીરજ રાખું?


મારા દિવસો તો કાસદથી વધારે વેગવાળા છે; તેઓ વેગે વહી જાય છે, તેઓમાં કંઈ હિત સધાતું નથી.


મારા દિવસો નમતી છાયાના જેવા છે; અને ઘાસની જેમ હું ચીમળાઈ ગયો છું.


માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો નમી જતી છાયાના જેવા છે.


દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે; પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે.


તું તારા પગને ઉઘાડા તથા તારા ગળાને તૃષિત થવા ન દે;” પણ તેં કહ્યું, “મને આશા નથી, જરા પણ નથી; કેમ કે પારકાઓ પર મેં પ્રેમ કર્યો છે, ને તેઓની પાછળ હું જઈશ.”


તે સમયે તમે ખ્રિસ્તરહિત, ઇઝરાયલના પ્રજાપણાના હક વગરના, તથા [આપેલા] વચનના કરારથી પારકા, જગતમાં આશારહિત તથા ઇશ્વર વગરના, એવાં હતાં.


કેમ કે સૂર્ય ઊગે છે, અને લૂ વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે. તેનું ફૂલ ખરી પડે છે, અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે: તેમ‍‍ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચીમળાઈ જશે.


તોપણ કાલે શું થશે એની તમને ખબર નથી. તમારી જિંદગી શાના જેવી છે? તમે તો ધૂમર [જેવા] છો, તે થોડી વાર દેખાય છે, અને પછી અદ્રશ્ય થાય છે.


એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો, અને ઈસુ ખ્રિસ્તના‍ પ્રગટ થવાને સમયે તમારા પર જે કૃપા થશે તેની પૂર્ણ આશા રાખો.


કેમ કે, “સર્વ પ્રાણી ઘાસના સરખાં છે, અને તેઓનું તમામ ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે, ને તેનું ફૂલ ખરી પડે છે,


Lean sinn:

Sanasan


Sanasan