Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તમે દર સવારે એની ખબર લો, અને દર ક્ષણે એની પરીક્ષા કરો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 કે રોજ સવારે તમે તેની તપાસ રાખો છો? અને પળેપળ તેની પારખ કરો છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:18
14 Iomraidhean Croise  

એ વાતો પછી એમ થયું કે, ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી, ને કહ્યું, “ઇબ્રાહિમ.” અને તેણે કહ્યું, “હું આ રહ્યો.”


શું તમે એવા ઉપર લક્ષ રાખો છો, ને મને તમારો પ્રતિવાદી બનાવો છો?


પરંતુ મારી ચાલચલગત તે જાણે છે; મને તે પરખશે ત્યારે હું સોના જેવો નીકળીશ.


કેમ કે આખો દિવસ હું પીડાયા કરું છું, અને દર સવારે મને શિક્ષા થયા કરે છે.


તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર; કેમ કે હું તારો ઈશ્વર યહોવા આસ્થાવાન ઈશ્વર છું, જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી પિતાઓના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર,


અને હવે ચાલ, જે જગા વિષે મેં તને કહ્યું છે, ત્યાં આ લોકોને દોરી જા. જો, મારો દૂત તારી આગળ ચાલશે. પરંતુ જે દિવસે હું તેઓને જોઈ લઈશ, તે દિવસે હું તેઓના પાપને લીધે તેઓને શિક્ષા કરીશ.”


મરેલા જીવશે નહિ; મૃત્યુ પામેલાઓ પાછા ઊઠશે નહિ; તે જ માટે તમે તેમનો ન્યાય કરીને તેમનો નાશ કર્યો છે, ને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.


તે માટે સૈન્યોના [ઈશ્વર] યહોવા એમ કહે છે, “જુઓ, હું તેઓને ગાળીને પારખીશ, કેમ કે મારા લોકની દીકરીને માટે હું બીજું શું કરું?


ઘણા પોતાને શુદ્ધ તથા શ્વેત કરશે, ને તેમને નિર્મળ કરવામાં આવશે; પણ દુષ્ટો પાપ કર્યા કરશે; અને કોઈ પણ દુષ્ટ સમજશે નહિ, પણ જ્ઞાની જનો સમજશે.


યહોવા તેનામાં ન્યાયી છે. તે અન્યાય કરતા નથી. દર સવારે તે પોતાનો ઇનસાફ જાહેર કરે છે, તે ચૂક કરતા નથી, પણ અધર્મી બેશરમ છે.


અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘


જેમણે અરણ્યમાં માન્‍ના કે જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી જે તારા પિતૃઓએ કદી નહોતું જોયું તેથી તારું પોષણ કર્યું, એ માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા માટે તે તારું પારખું કરે.


જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય:


Lean sinn:

Sanasan


Sanasan