Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 શું પૃથ્વી પર માણસને સંકટ વેઠવાનું નથી? અને શું તેના દિવસો મજૂરના દિવસો જેવા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “માણસનું પૃથ્વી પરનું જીવન સતત સંઘર્ષનું નથી? શું એના દિવસો મજૂરના દિવસો જેવા નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 “શું પૃથ્વી પર માણસને સંકટ સહન કરવાનું નથી? શું તેના દિવસો મજૂરના જેવા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અયૂબે કહ્યું: “શું પૃથ્વી પર માણસે મુશ્કેલીઓ વેઠવી પડતી નથી? શું માણસનું જીવન મહેનતાણું આપી કામે રાખેલ કામદાર જેવી નથી?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:1
16 Iomraidhean Croise  

તમે મારી વિરુદ્ધ નવા નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો; મારી સામે [દુ:ખોની] ફોજ પર ફોજ આવે છે.


સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, અને સંકટથી ભરપૂર છે.


પણ જેમ ચિનગારીઓ ઊંચી ઊડે છે, તેમ માણસ તો સંકટને માટે સૃજાયેલું છે.


આતુરતાથી છાયો ઈચ્છનાર ચાકરની જેમ, અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ;


“હે યહોવા, મારો અંત [ક્યારે છે] ? તથા મારા આયુષ્યનું માપ કેટલું છે, તે મને જણાવો; હું કેવો ક્ષણભંગુર છું તે મને સમજાવો.”


આત્માને રોકવાની સત્તા કોઈ માણસને હોતી નથી; તેમ મૃત્યુકાળ ઉપર પણ તેને સત્તા નથી; તે યુદ્ધમાંથી કોઈ છૂટી જતું નથી; અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહિ.


પણ હમણાં યહોવાએ આ પ્રમાણે કહ્યું છે, “રાખેલા ચાકરના જેવાં ત્રણ વર્ષની અંદર મોઆબનું ગૌરવ તેના તમામ મોટા સમુદાય સહિત તુચ્છ ગણાશે; અને [તેનો] શેષ બહુ થોડો તથા વિસાત વગરનો રહેશે.”


કેમ કે પ્રભુએ મને એમ કહ્યું છે, “મજૂરના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે;


“જઈને હિઝકિયાને કહે, ‘તારા પિતા દાઉદના ઈશ્વર યહોવા એમ કહે છે, તારી પ્રાર્થના મેં સાંભળી છે, તારાં આંસુ મેં જોયાં છે; હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ.


યરુશાલેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાને હાથે પોતાનાં સર્વ પાપોને લીધે બમણી [શિક્ષા] થઈ છે, તે પ્રમાણે તેને પોકારીને કહો.”


અને જેણે તેને ખરીદ્યો હોય, એની સાથે જે વર્ષે તે વેચાયો હોય ત્યાંથી માંડીને તે જુબિલીના વર્ષ સુધી ગણે, અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચણાનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે.


જ્યારે તું તેને તારા તાબામાંથી છૂટો કરે, ત્યાએ એમ કરવું એ તને કઠણ ન લાગે, કેમ કે મજૂરના પગાર કરતાં બમણી કિંમતની ચાકરી તેણે તારે ત્યાં છ વરસ સુધી કરી છે. અને તારા સર્વ કામમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ આપશે.


Lean sinn:

Sanasan


Sanasan