Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા અભ્યંતરમાં વાગે છે, અને તેનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા હૃદયમાં વાગે છે, અને તેમનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે. તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે. દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 6:4
30 Iomraidhean Croise  

તેમણે પોતાના ક્રોધમાં મને ચીરી નાખ્યો છે, અને મને સતાવ્યો છે; તેમણે મારી સામે પોતાના દાંત પીસ્યા છે; મારો વેરી પોતાની આંખો મારી સામે કરડી કરે છે.


તેમની પલટણો ભેગી થઈને આવે છે, તે મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે, અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.


તે સર્પોનું ઝેર ચૂસશે; નાગનો દંશ તેનો સંહાર કરશે.


તેની પોતાની જ આંખો તેનો નાશ જુએ, અને સર્વશક્તિમાનના કોપનો [પ્યાલો] તે જ પીએ, એમ થવું જોઈએ.


મારે માથે ઘોર પ્રસંગ આવી પડયો છે, તેઓ પવનની જેમ મારી આબરૂને ઘસડી લઈ જાય છે; અને મારી આબાદી વાદળની માફક લોપ થઈ ગઈ છે.


કેમ કે ઈશ્વર તરફથી આવતી આફતનો મને ભય હતો, અને તેના પ્રભાવને લીધે હું કંઈ પણ કરી શકતો નહોતો.


હું ન્યાયી છું તેમ છતાં જૂઠો [ગણાઉં] છું; નિર્દોષ [છું, તોપણ] મારો ઘા અસાધ્ય છે.’


જો મેં પાપ કર્યું હોય તો, હે મનુષ્યપ્રતિપાળક, હું તમને શું નડું છું? તમારે મારવાના નિશાન તરીકે તમે મને શા માટે બેસાડી રાખ્યો છે? તેથી હું પોતાને ભારરૂપ થયો છું.


કેમ કે તે તોફાન વડે મારા ચૂરેચૂરા કરે છે, અને વિનાકારણ મારા ઘા વધારે છે.


હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.


તેમણે બાણો મારીને તેઓને વિખેરી નાખ્યા; વળી તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.


તમે તમારી પણછથી તેઓનાં મુખ સામે તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.


કેમ કે તમારાં બાણ મને વાગ્યાં છે, તમારો હાથ મને જોરથી દાબે છે.


તમારા રોષને લીધે મારા શરીરમાં આરોગ્ય નથી; મારાં પાપને લીધે મારાં હાડકાંમાં શાંતિ નથી;


તમારાં બાણ તીક્ષ્ણ છે; તે રાજાના શત્રુઓના હ્રદયને [વીંધે છે] , તેથી લોકો તમને શરણ થાય છે.


વળી તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે. તે પોતાનાં બાણને બળતાં તીર કરે છે.


અંત:કરણ પોતે પોતાની વેદના જાણે છે; અને પારકો તેના આનંદમાં હાથ નાખી શક્તો નથી.


હિમ્મતવાન માણસ પોતાનું દુ:ખ સહન કરી શકશે; પણ ઘાયલ મન કોણ વેઠી શકે?


તે જેટલી વાર આરપાર જાય તેટલી વાર તે તેમને પકડશે; કેમ કે દર સવારે, રાતદિવસ તે આરપાર જશે; અને આ સંદેશાનું ભાન તમને ભયંકર લાગશે.


શત્રુની જેમ યહોવાએ પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે, ને જાણે સામાવાળા હોય તેમ તે પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે, ને જે બધાં દેખાવમાં સુંદર હતાં, તેમનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં યહોવાએ પોતાનો કોપ અગ્નિની જેમ રેડ્યો છે.


તે ખરેખર આખો દિવસ મારી વિરુદ્ધ વારંવાર પોતાનો હાથ ફેરવે છે.


નવમા કલાકે ઈસુએ મોટે અવાજે બૂમ પાડી, “એલોઈ, એલોઈ, લમા શબકથની, ” એટલે “મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને કેમ મૂકી દીધો છે?”


માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ. અને તમારાં અંત:કરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું.


કાપી નંખાયેલાના તથા કેદ પકડાયેલાના લોહીથી, [અને] શત્રુના અગ્રેસરોના માથાના લોહીથી, હું મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તરવાર માંસ ખાશે.’


ત્યારે તેણે તેઓને કહ્યું, “મને નાઓમી [એટલે મીઠી] ન કહો, મને તો મારા [એટલે કડવી] કહો; કેમ કે સર્વસમર્થ ઈશ્વરે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે.


Lean sinn:

Sanasan


Sanasan