Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 5:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે મોટાં તથા અગમ્ય કૃત્યો, તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેઓ મોટાં અને અગમ્ય કાર્યો કરે છે તથા અગણિત અદ્દભુત કાર્યો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દેવ, ઘણી અશક્ય અને મહાન વસ્તુઓ કરે છે જે લોકો સમજી શકતા નથી. તે અગણિત ચમત્કારો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 5:9
18 Iomraidhean Croise  

જો હું ગર્વ કરું, તો તમે સિંહની જેમ મારી પૂઠે લાગો છો; અને ફરીને મારા ઉપર તમે તમારી અદ્દભુત શક્તિ બતાવો છો.


મારી આંખોએ [એ] બધું જોયું છે, મારા કાનોથી એ સાંભળીને હું સમજ્યો છું.


હે અયૂબ, આ સાંભળ. શાંત ઊભા રહીને ઈશ્વરનાં અદભુત કાર્યોનો વિચાર કર.


વાદળાં કેવી રીતે અદ્ધર સમતોલ રહે છે, તથા જ્ઞાનમાં જે સંપૂર્ણ છે તેનાં આશ્ચર્યકારક કૃત્યોને તું શું જાણે છે?


ઈશ્વર પોતે આશ્ચર્યકારક ગર્જના કરે છે; તે એવાં મહાન કૃત્યો કરે છે કે જે આપણે સમજી શકતા નથી.


‘અજ્ઞાનપણાથી [ઈશ્વરી] ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે?’ [તે તમે કહ્યું તે ખરું કહ્યું]. તેથી હું સમજતો નહોતો તે બોલ્યો છું, તે બાબતો એવી અદભુત છે કે, હું તે સમજી શક્યો નહિ.


તે અગમ્ય મહાન કૃત્યો, હા, અગણિત ચમત્કારી કાર્યોના કર્તા છે.


જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય! જ્યારે હું જાગું ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.


યહોવા મોટા અને બહુ જ સ્તુતિપાત્ર છે; તેમનું માહાત્મ્ય અગમ્ય છે.


હે યહોવા મારા ઈશ્વર, તમારાં આશ્ચર્યકારક કાર્યો, તથા અમારા સંબંધી તમારા વિચારો [એટલાં બધાં] છે, કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહિ; જો હું તેઓને જાહેર કરીને તેઓ વિષે બોલું, તો તેઓ અસંખ્ય છે.


તમને યજ્ઞ તથા ખાદ્યાર્પણની અપેક્ષા નથી; તમે મારા કાન ઉઘાડયા છે; દહનીયાર્પણ તથા પાપાર્થાર્પણ તમે માગ્યાં નથી.


યહોવા ઈશ્વરને, ઇઝરાયલના ઈશ્વરને, ધન્ય હોજો, એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે;


કેમ કે તમે મોટા છો ને આશ્ચર્યકારક કૃત્યો કરો છો; તમે એકલા જ ઈશ્વર છો.


ઈશ્વરે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે! વળી ઈશ્વરે માણસોનાં હ્રદયમાં સનાતનપણું એવી રીતે મૂક્યું છે કે આદિથી તે અંત સુધી ઈશ્વરે જે કંઈ કર્યું છે તેનો માણસ પાર પામી શકે નહિ.


તેં શું નથી જાણ્યું? તેં શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના દિગંત સુધી ઉત્પન્ન કરનાર તે છે; તે નિર્ગત તથા નથી, ને થાકતા પણ નથી; તેમની સમજણ અતકર્ય છે.


આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ઠરાવો કેવા ગૂઢ, ને તેમના માર્ગો કેવા અગમ્ય છે!


Lean sinn:

Sanasan


Sanasan