Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 5:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓની જમીનનો પાક ભૂખ્યા માણસો ખાઈ જાય છે, અને વળી કાંટામાંથી પણ તેઓ તે લઈ જાય છે, તેઓનું દ્રવ્ય લોભીઓ ખાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેના વાડવાળા ખેતરમાંથીયે ભૂખ્યાજનો તેનો પાક ખાઈ જાય છે; જ્યારે તરસ્યા માણસો તેમના પશુધનની દૂધ માટે લાલસા રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓનો પાક ભૂખ્યા લોકો ખાઈ જાય છે, વળી કાંટાઓમાંથી પણ તેઓ તે લઈ જાય છે. તેઓની સંપત્તિ લોભીઓ ગળી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓનો ઊભો પાક ભૂખ્યા લોકો ખાઇ જાય છે, થોરકાંટામાંથી પણ તેઓ લૂંટી જાય છે. તેઓની સંપત્તિનો ઉપયોગ તેઓને બદલે બીજા કરે છે!

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 5:5
20 Iomraidhean Croise  

તેથી તેઓની વિરુદ્ધ યહોવા આશૂરના રાજાના સેનાપતિઓને લાવ્યા. અને તેઓ મનાશ્શાને સાકળોથી જકડી લઈને તથા બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયા.


એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને તે બધાંને લઈ ગયા. તેઓએ ચાકરોને તરવારથી કાપી નખ્યા છે, અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.”


તે હજી તો કહેતો હતો, એટલામાં બીજાએ આવીને કહ્યું, “કાસ્દીઓની ત્રણ ટોળીઓ ઊંટો પર હુમલો કરીને તેઓને લઈ ગયા છે, વળી ચાકરોને તરવારથી મારી નાખ્યા છે. અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.”


લૂંટારાઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને રોષ ચઢાવનારાઓ સહીસલામત હોય છે; અને તેઓનું બાહુબળ તે જ તેમનો ઈશ્વર છે.


યહોવાએ શેતાનને પૂછયું, “શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લોધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી; જોકે તેને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો, તોપણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દઢતાથી વળગી રહ્યો છે.”


તે દ્રવ્ય ગળી ગયો છે, પણ તેને તે ફરી ઓકી કાઢવું પડશે; ઈશ્વર તેના પેટમાંથી તે ઓકી કઢાવશે.


તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે; પ્રત્યેક દુ:ખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે.


તે માટે તારી આસપાસ જાળ પથરાયેલી છે, અને અચાનક ભય,


તેનો લેણદાર જોરજુલમથી તેનું બધું લઈ જાઓ, અને તેની મહેનતનું ફળ પરાયા લૂંટી લો.


યહોવાએ પોતાના જમણા હાથના, તથા પોતાના સમર્થ ભુજના સમ ખાધા છે કે, “હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ; અને જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ;


‘બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર મને ખાઈ ગયો છે, તેણે મને ખાંડયો છે, મને ખાલી પાત્રના જેવો કર્યો છે, અજગરની જેમ, તે મને ગળી ગયો છે, તેણે મારાં મિષ્ટાન્નોથી પોતાનું પેટ ભર્યું છે; તેણે મને કાઢી મૂક્યો છે.


બાબિલમાં હું બેલને શાસન આપીશ. ને તે જે ગળી ગયો છે તે તેના મુખમાંથી કાઢીશ; વિદેશીઓ તેની પાસે ફરીથી એકત્ર થશે નહિ. હા, બાબિલનો કોટ પડી જશે.


તારા સર્વ શત્રુઓએ તારા પર પોતાનું મુખ ઉઘાડીને પહોળું કર્યું છે. તેઓ તિરસ્કાર કરીને તથા દાંત પીસીને કહે છે, “અમે તેને ગળી ગયા છીએ! જે દિવસની વાટ અમે જોતા હતા તે નક્‍કી આ જ છે! આજે એ આવ્યો! આપણે એ જોવા પામ્યા!”


પ્રભુ શત્રુના જેવા થયા છે, તેમણે ઇઝરાયલને પાયમાલ કર્યો છે. તેના સર્વ રાજમહેલોને તેમણે પાયમાલ કર્યા છે તેમણ તેના કિલ્લાઓનો નાશ કર્યો છે. અને તેમણે યહૂદિયાની દીકરીના ખેદ તથા વિલાપ વધાર્યા છે.


કેમ કે તેઓ પવન વાવે છે, ને તેઓ વંટોળિયો લણશે! તેને ઊભું કરશણ નથી; તેના કણસલામાંથી કંઈ અનાજ નીકળશે નહિ. જો કદાચ તેમાંથી નીકળે, તો પારકાઓ તેને ગળી જશે.


જે દેશજાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે. અને તું સર્વદા ફક્ત જુલમો વેઠ્યા કરશે તથા કચરી નંખાશે:


અને તે તારાં ઢોરઢાંકનું ફળ તથા તારી ભૂમિનું ફળ ખાઈને તારું સત્યાનાશ વાળશે. વળી તારો વિનાશ કરતાં સુધી તે તારી પાસે ધાન્ય, દ્રાક્ષારસ, અથવા તેલ, તારાં ગોપશુઓનો વિસ્તાર, કે તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાં રહેવા નહિ દે.


ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆશનું એલોન વૃક્ષ જે ઓફ્રામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘુઉં ઝૂડતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan