Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 42:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “હું જાણું છું કે તમે બધું કરી શકો છો, તને તમારી કોઈ યોજનાને અટકાવી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “પ્રભુ, હું કબૂલ કરું છું કે તમે સર્વશક્તિમાન છો! તમારા ઈરાદાને કોઈથી અવરોધી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “હું જાણું છું કે તમે બધું જ કરી શકો છો, અને તમારી યોજનાઓને કોઈ અટકાવી શકે તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હું જાણું છું કે તું ધારે તે બધુંજ કરી શકે છે. તને કોઇ અટકાવી શકે તેમ નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 42:2
25 Iomraidhean Croise  

યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”


પણ તે એક એવા છે કે તેમને કોણ ફરવી‍ શકે? તેમનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે.


“સત્તા તથા ભય તેમની પાસે છે; તે પોતાનાં ઉચ્ચસ્થાનોમાં શાંતિ કરે છે.


ત્યારે અયૂબે યહોવાને ઉત્તર આપ્યો,


આકાશમાં તથા પૃથ્વીમાં, સમુદ્રોમાં તથા સર્વ ઊંડાણોમાં, યહોવાને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.


મારું બોલવું તથા ઊઠવું તમે જાણો છો; તમે મારો વિચાર વેગળેથી સમજો છો.


તો ઈશ્વર જે હ્રદયની ગુપ્ત વાતો જાણે છે તે શું તે ખોળી કાઢશે નહિ?


માણસના મનમાં ઘણી યોજનાઓ હોય છે; પણ યહોવાનો મનસૂબો જ કાયમ રહેશે.


હું જાણું છું કે ઈશ્વર જે કંઈ કરે છે તે બધું સદા રહેશે. તેમાં કંઈ વધારી શકાય નહિ કે, તેમાંથી કંઈ ઘટાડી પણ શકાય નહિ; અને મનુષ્યો ઈશ્વરનો ડર રાખે તે માટે ઈશ્વરે તે કર્યું છે.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવાએ જે યોજના કરી છે તેને કોણ રદ કરશે? તેમનો હાથ ઉગામેલો છે, તેને કોણ પાછો ફેરવશે?”


વળી આજથી હું તે છું; મારા હાથમાંથી કોઈ છોડાવનાર નથી; હું જે કામ કરું છું, તેને કોણ ઊંધું વાળશે?”


આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા જે થયું નથી તેની પુરાતન કાળથી ખબર આપનાર હું છું. મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ.


હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું, હું અંત:કરણને પારખું છું કે, હું દરેકને તેનાં આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું.


“હે પ્રભુ યહોવા! તમે તમારા મહાન બળથી તથા તમારા લાંબા કરેલા ભુજથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે! તમને કંઈ અશક્ય નથી.


પ્રભુ યહોવા કહે છે કે, તે દિવસે તારા મનમાં કેટલીક વાતો ના વિચાર આવશે, ને તું દુષ્ટ યોજના તજીને


તને મનુષ્યોમાંથી હાંકી કાઢવામાં આવશે, ને તારો વાસ વનચર પશુઓ સાથે થશે; તને બળદની જેમ ઘાસ ખવડાવવામાં આવશે, ને તારે માથે સાત કાળ વીતશે; અને તું જાણશે કે પરાત્પર ઈશ્વર મનુષ્યોના રાજ્ય પર અધિકાર ચલાવે છે, ને જેને ચાહે તેને તે આપે છે ત્યાં સુધી [તને એ પ્રમાણે વીતશે.] ”


પૃથ્વીના સર્વ રહેવાસીઓ તેમની આગળ કંઈ જ વિસાતમાં નથી. તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઇચ્છા પ્રમાણે કરે છે; કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી, અથવા તમે શું કરો છો, એવું કોઈ તેમને કહી શકતો નથી.


પણ ઈસુએ તેઓની સામું જોઈને તેઓને કહ્યું, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.”


ઈસુ તેઓની તરફ જોઈને કહે છે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.”


તેમણે કહ્યું, “આબ્બા, પિતા, તમારાથી બધું થઈ શકે છે! આ પ્યાલો મારાથી દૂર કરજો, તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”


પણ તેમણે કહ્યું, “માણસોને જે અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે.”


તે ત્રીજી વાર તેને કહે છે, “યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે?” પિતર દિલગીર થયો, કારણ કે તેમણે ત્રીજીવાર તેને પૂછ્યું હતું “શું તું મારા પર હેત રાખે છે? તેણે તેમને કહ્યું, “પ્રભુ તમે બધું જાણો છો. હું તમારા પર હેત રાખું છું એ તમે જાણો છો. ઈસુ તેને કહે છે, “મારા ઘેટાંને પાળ.


જેમનામાં આપણે તેમનો વારસો નિમાયા અને જે પોતાની ઇચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે, તેમના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા હતાં,


Lean sinn:

Sanasan


Sanasan