Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 42:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જ્યારે અયૂબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી. અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયૂબને બમણુ આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 યોબે તેના મિત્રોને માટે પ્રાર્થના કરી. તે પછી પ્રભુએ તેને ફરીથી આબાદ કર્યો અને પહેલાં હતી તે કરતાં બમણી સમૃદ્ધિ બક્ષી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જ્યારે અયૂબે તેના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી, એટલે યહોવાહે તેની પરિસ્થિતિને પુનઃસ્થાપિત કરી. અને અગાઉ તેની પાસે હતું તે કરતા બે ગણું વધારે યહોવાહે તેને આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ત્યારબાદ અયૂબે એના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરી. પછી યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી અને પૂવેર્ એની પાસે જેટલું હતું એનાથી બેવડું એને આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 42:10
34 Iomraidhean Croise  

ઇબ્રાહિમે ઈશ્વરની પ્રાર્થના કરી; અને ઈશ્વરે અબીમેલેખને તથા તેની પત્નીને તથા તેની પત્નીને તથા તેની દાસીઓને સાજાં કર્યાં. અને તેઓને છોકરાં થયાં.


અમાસ્યાએ ઈશ્વરભક્તને કહ્યું, “પણ ઇઝરાયલની સેવાને માટે જે સો તાલંત મેં આપ્યા છે તેનું આપણે કેમ કરવું?” ઈશ્વરભક્તે તેને ઉત્તર આપ્યો, “તમને એ કરતાં પણ વિશેષ આપવાને યહોવા સમર્થ છે.”


તેને સાત પુત્રો તથા ત્રણ પુત્રીઓ હતાં.


વળી સાત હજાર ઘેટાં, ત્રણ હજાર ઊંટ, પાંચસો જોડ બળદ, પાંચસો ગધેડીઓ, અને પુષ્કળ રાચરચીલું, એ તેની સંપત્તિ હતી. તેથી એ પૂર્વના લોકોમાં સૌથી મોટો પુરુષ મનાતો હતો.


ત્યારે અલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નામાથીએ યહોવાએ તેમને જે આજ્ઞા કરી હતી તે પ્રમાણે કર્યું. અને યહોવાએ અયૂબ [ની પ્રાર્થના] નો સ્વીકાર કર્યો.


જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું.


સિયોનમાંથી ઇઝરાયલનું તારણ આવે તો કેવું સારું! યહોવા પોતાના લોકની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.


સિયોનમાંથી ઇઝરાયલનું તારણ વહેલું આવે [તો કેવું સારું] ! ઈશ્વર પોતાના લોકને બંધનમાંથી છોડાવીને [આબાદ કરશે] , ત્યારે યાકૂબ હરખાશે, [ને] ઇઝરાયલ આનંદ કરશે.


ધન, આબરૂ તથા જીવન એ નમ્રતાનાં અને યહોવાના ભયનાં ફળ છે.


યરુશાલેમ સાથે હેતથી વાત કરો; તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધનો બદલો મળ્યો છે, તેને યહોવાને હાથે પોતાનાં સર્વ પાપોને લીધે બમણી [શિક્ષા] થઈ છે, તે પ્રમાણે તેને પોકારીને કહો.”


તમારી લાજના બદલામાં તમને બમણું મળશે. અને [તમને થયેલા] અપમાનને બદલે તેઓ પોતાના મળેલા હિસ્સાથી હરખાશે. તેથી તેઓ પોતાના દેશમાં બમણો [વારસો] પામશે. તેમને અખંડ આનંદ મળશે.


વળી સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “રૂપું મારું છે, ને સોનું પણ મારું છે.”


અને મૂસાએ યહોવાની વિનંતી કરીને કહ્યું, “ઓ ઈશ્વર, હું તમારા કાલાવાલા કરું છું કે તેને સમી કરો.”


અને તેઓએ કહ્યું, “શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યા છે? અમારી મારફતે પણ તે બોલ્યા નથી શું?” અને યહોવાએ તે સાંભળ્યું.


પણ આખી પ્રજાએ કહ્યું, “તેઓને પથ્થરે મારો.” અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલી લોકોને યહોવાનું ગૌરવ દેખાયું.


તેણે કહ્યું, ‘પિતા, હું વિનંતી કરું છું કે, તેને મારા પિતાને ઘેર મોકલો.


શું, મેં મારે હાથે એ બધાં નથી બનાવ્યાં?’


તેણે ઘૂંટણે પડીને મોટા અવાજે કહ્યું, “ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂકો.” એમ કહીને તે ઊંઘી ગયો.


ત્યારે યહોવા તારા ઈશ્વર તારી ગુલામી ફેરવી નાખશે, ને તારા પર દયા કરશે, ને પાછા આવીને જે સર્વ લોકોમાં યહોવાએ તને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તને એકત્ર કરશે.


પણ તું યહોવા તારા ઈશ્વરનું સ્મરણ રાખ, કેમ કે સંપતિ મેળવવા માટે તને શક્તિ આપનાર તે જ છે. એ માટે કે તેમના કરાર વિષે તેમણે તારા પિતૃઓની આગળ જે પ્રતિજ્ઞા લીધી તે તે સ્થાપિત કરે, જેમ આજે છે તેમ.


અને યહોવા હારુન પર પણ એટલા બધા કોપ્યા કે તેમણે તેનો નાશ કરી નાખ્યો હોત, અને તે જ વખતે મેં હારુનને માટે પણ પ્રાર્થના કરી.


જુઓ, જેઓએ સહન કર્યું હતું, તેઓને ધન્ય છે, એમ આપણે માનીએ છીએ:તમે અયૂબની સહનતા વિષે સાંભળ્યું છે, અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.


યહોવા દરિદ્રી કરે છે, ને દ્રવ્યવાન પણ કરે છે: તે પાડે છે, ને તે જ ઉઠાડે છે.


તે દરિદ્રીઓને ધૂળમાંથી ઉઠાડે છે. ભિખારીઓને સરદારોની સાથે બેસાડવાને અને તેમને ગૌરવના રાજ્યાસનનો વારસો પમાડવાને તે તેમને ઉકરડા પરથી ઊભા કરે છે; કેમ કે પૃથ્વીના સ્તંભો યહોવાના છે, અને તે પર તેમણે જગતને સ્થાપ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan