Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 4:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પણ હમણાં તારા પર [સંકટ] આવી પડયું છે, ત્યારે તું શિથિલ બની જાય છે; તે તારો સ્પર્શ કરે છે, એટલે તું ગભરાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પરંતુ હવે તારા પર વિપત્તિ આવી પડી છે ત્યારે તું શિથિલ બની જાય છે. તે તને સ્પર્શે છે એટલે તું ગભરાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારા પર આવી પડી છે, ત્યારે તું નિરાશ થઈ ગયો છે; તે તને સ્પર્શ કરે છે ત્યારે તું ગભરાઈ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારે માથે આવી પડી છે, ત્યારે તું ઉત્સાહ ભંગ થઇ ગયો છે, જ્યારે તારો વારો આવ્યો છે ત્યારે તું ગભરાઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 4:5
12 Iomraidhean Croise  

પણ તમારો હાથ લંબાવીને તેના સર્વસ્વને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમારો ઈનકાર કરશે.”


હે મારા મિત્રો, મારા પર દયા રાખો, મારા પર દયા રાખો; કેમ કે ઈશ્વરના હાથે મારો સ્પર્શ કર્યો છે.


પણ તમારો હાથ લંબાવીને તેના હાડકાને તથા તેના માંસને સ્પર્શ કરો, એટલે તે તમારે મોઢે ચઢીને તમને શાપ આપશે.”


તારા શબ્દોએ પડતા જનને ટટાર રાખ્યો છે. અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.


નિરાશ થયેલા માણસ પર તેના મિત્રએ કરુણા રાખવી જોઈએ; રખેને તે સર્વશક્તિમાનનો ત્યાગ કરી દે.


હે યહોવા, મેં તમને અરજ કરી; અને મેં તમારી યાચના કરી કે,


જો તું સંકટને દિવસે નાહિમ્‍મત થઈ જાય, તો તારું બળ થોડું જ છે.


તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે, અમને આ ધર્મસેવા [સોંપેલી] હોવાથી, અમે નાહિંમત થતા નથી.


એ કારણથી અમે નાહિંમત થતા નથી; પણ જોકે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે, તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે.


તો જેમણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો, તેમનો વિચાર કરો, રખેને તમે તમારાં મનમાં નિર્ગત થયાથી થાકી જાઓ.


વળી પુત્રોની જેમ સમજાવીને જે બોધ તમને કરવામાં આવે છે, તે તમે ભૂલી ગયા; એટલે, “મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ, અને તે તને ઠપકો આપે ત્યારે તું નિરાશ ન થા.


Lean sinn:

Sanasan


Sanasan