Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 39:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેનું બળ ઘણું છે માટે શું તું તેનો ભરોસો કરશે? અથવા શું તું તારી મહેનતનો આધાર તેના પર રાખશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેની પ્રચંડ શક્તિ પર શું તું આધાર રાખી શકે? અને તારું ભારે કામ શું તેની પાસે કરાવી શકીશ?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 જંગલના બળદ ખૂબ શક્તિશાળી છે માટે શું તું તેનો ભરોસો કરશે? તારું કામ કરાવવા માટે શું તું તેની અપેક્ષા કરી શકશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 જંગલી બળદ ખૂબ શકિતશાળી છે! પણ તમારું કામ કરાવવા માટે શું તમે તેની અપેક્ષા કરી શકશો?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 39:11
16 Iomraidhean Croise  

અને ઈશ્વરે કહ્યું, “આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ; અને સમુદ્રનાં માછલાં પર, તથા આકાશનાં પક્ષીઓ પર, તથા ગ્રામ્યપશુઓ પર, તથા આખી પૃથ્વી પર, તથા પૃથ્વી પર પેટે ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે.”


અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈશ્વરે તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો, અને સમુદ્રોનાં માછલાં પર તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો.”


અને તેઓ પોતાનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી નીકળ્યા.


અને પૃથ્વીનાં સર્વ પશુઓ, તથા આકાશનાં સર્વ પ્રાણીઓ, તથા પૃથ્વી પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓ, તથા સમુદ્રનાં સર્વ માછલાં, એ સર્વ તમારાથી બીશે તથા ડરશે. તેઓ તમારા હાથમાં આપેલાં છે.


શું તું જંગલી બળદને અછોડાથી બાંધીને [ખેતરના] ચાસમાં ચલાવી શકે છે? કે શું તે તારી મરજી પ્રમાણે [ચાલીને] ખીણનાં ખેતરો ખેડશે?


શું તું તેના પર એવો ભરોસો રાખશે કે તે તારા દાણા ઘેર લાવશે? અને તારા ખળા [ના દાણા] વખારમાં ભરશે?


અમારા બળદો ભાર ઊંચકવામાં જબરા થાઓ; ગાબડું પાડનાર કોઈ પણ ન થાઓ; અને નાસી છૂટનાર કોઈ ન હો. અમારી શેરીઓમાં કંઈ બૂમ ન પડો.


તે ઘોડાના બળથી પ્રસન્‍ન થતા નથી; તે માણસના પગ [ના જોર] થી પણ રાજી થતા નથી.


કોઈ રથ પર [ભરોસો રાખે છે] અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું.


જ્યાં બળદો નથી, ત્યાં ગભાણ સાફ હોય છે; પણ બળદના બળથી ઘણી નીપજ થાય છે.


ઊલટું તમે કહ્યું, “ના અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના!” તે માટે તમે નાસશો જ; અને [તમે કહ્યું કે,] “અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના!” તે માટે જેઓ તમારી પાછળ પડનારા છે તેઓ પણ વેગવાન થશે.


દક્ષિણનાં પશુઓ વિષે ઈશ્વરવાણી:દુ:ખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાંની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની ખૂંધ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.


બેલ નમી જાય છે, નબો વાંકો વળે છે; તેમની મૂર્તિઓ જાનવરો પર તથા ઢોર પર [લાદવામાં આવે] છે; જે વસ્તુઓ તમે ઉઠાવી લેતા હતા તે તેઓ પર લાદેલી છે, તેઓ થાકેલાને ભારરૂપ થઈ છે.


ઈશ્વર મિસરમાંથી તેઓને કાઢી લાવ્યો. તેને જાણે કે જંગલી ગોધાના જેટલું બળ છે.


Lean sinn:

Sanasan


Sanasan