Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 34:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 માટે, હે સમજુ માણસો, તમે મારું સાંભળો. દુષ્ટતા કરવી એ ઈશ્વરથી [અળગું રહો]. અને અન્યાય કરવો એ સર્વશક્તિમાનથી દૂર થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેથી હે સમજુ માણસો, મારી વાત સાંભળો; ‘ઈશ્વર દુષ્ટતા આચરે કે સર્વસમર્થ ખોટું કરે,’ એવું કથન તો અઘોર ઈશ્વરનિંદા કહેવાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેથી હે શાણા માણસો, મારું સાંભળો: ઈશ્વર કદાપિ કંઈ ખોટું કરે જ નહિ; અને સર્વશક્તિમાન ઈશ્વર કદાપિ કંઈ અનિષ્ટ કરે જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “તેથી હે શાણા માણસો, મારું સાંભળો દેવ કદી કંઇ ખોટું કરેજ નહિ, અને સર્વસમર્થ દેવ કદી કંઇ અનિષ્ટ કરે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 34:10
19 Iomraidhean Croise  

એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”


ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે; યહોવાનું વચન પરખાયેલું છે; જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની ઢાલ તે છે.


માટે યહોવાનો ડર રાખીને, સંભાળીને કામ કરજો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને આન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી.”


નિશ્ચે ઈશ્વર દુષ્ટતા કરશે જ નહિ, અને‍સર્વશક્તિમાન કદી પણ ન્યાય ઊંધો વાળશે નહિ.


સમજણા માણસો [મને કહેશે] , હા, મારું સાંભળનાર દરેક જ્ઞાની પુરુષ મને કહેશે,


તે જે કાર્યો કરે છે તે કોઈના ફરમાવ્યાથી કરે છે? અથવા ‘તેં અનીતિ કરી છે’ એમ કોઈ તેમને કહી શકે?


સર્વશક્તિમાનનો પાર તો આપણે પામી શકતા નથી; તે મહા પરાક્રમી છે; તે ઇનસાફને ઊંધો વાળશે નહિ.


શું ઈશ્વર ન્યાય ઉલટાવી નાખે છે? કે, ‍ શું સર્વશક્તિમાન ઈનસાફ ઊંધો વાળે છે?


યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.


જેથી યહોવા યથાર્થી માલૂમ પડે; તે મારા ખડક છે, અને તેમનામાં કંઈ અન્યાય નથી.


શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ આત્માને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગણકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.


સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે; તે પોતાના આત્માનો નાશ કરનારું કૃત્ય છે.


હે યહોવા, જ્યારે હું તમારી સાથે વિવાદ કરું ત્યારે તમે ન્યાયી ઠરો છો, તોપણ હું તમારી આગળ [મારી] ફરિયાદ વિષે દલીલ રજૂ કરીશ: દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટટે મુખી હોય છે?


યહોવા તેનામાં ન્યાયી છે. તે અન્યાય કરતા નથી. દર સવારે તે પોતાનો ઇનસાફ જાહેર કરે છે, તે ચૂક કરતા નથી, પણ અધર્મી બેશરમ છે.


તો આપણે શું અનુમાન કરીએ? શું ઈશ્વરને ત્યાં અન્યાય છે? ના, એવું ન થાઓ.


તે તો ખડક છે, તેમનું કામ સંપૂર્ણ છે. કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયરૂપ છે. વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર, તે ન્યાયી તથા ખરા છે.


કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી.


Lean sinn:

Sanasan


Sanasan