Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 30:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પણ હવે મારા કરતાં નાનાઓ, જેઓના પિતાઓને હું મારા ટોળાના કૂતરાઓની પંક્તિમાં પણ ન મૂકું તેટલા હલકા ગણતો, તેઓ આજે મને હસી કાઢે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “પરંતુ હવે તો જેમના પિતાઓને હું ઘેટાંના ટોળાં સાચવનાર કૂતરા જેવા ઊતરતી કક્ષાના ગણતો તેવા વયમાં મારાથી નાના મારી ઠેકડી ઉડાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે જેઓના પિતાઓને હું મારા ટોળાંના કૂતરાઓની હરોળમાં પણ ન રાખું તેટલા નીચા ગણતો, તેઓ આજે મારી હાંસી કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “પરંતુ હવે જે મારા કરતાં ઉંમરમાં નાના છે. તેઓ પણ મારી મશ્કરી ઉડાવે છે. અને તેઓના પિતા એટલા લાયકાત વગરના હતા કે હું તેઓને મારા ઘેટાંઓનું ધ્યાન રાખનાર કૂતરાઓ સાથે પણ રાખીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 30:1
17 Iomraidhean Croise  

પછી તે ત્યાંથી બેથેલ જવા નીકળ્યો, અને તે માર્ગે ચાલતો હતો તેવામાં નાના છોકરાએ નગરમાંથી બહાર નીકળીને તેની મશ્કરી કરીને તેને કહ્યું, “હે તાલવાળા, આગળ ચાલ; હે તાલવાળા, આગળ ચાલ.”


જેણે ઈશ્વરની પ્રાર્થના કરી, અને જેને ઈશ્ચરે ઉત્તર પણ આપ્યો, એવા માણસને તેના પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; એટલે ન્યાયી, સંપૂર્ણ માણસ હાંસીપાત્ર છે.


હા, જે માણસોનું બળ નાશ પામ્યું છે, તેઓના બાહુબળથી મને શો લાભ થાય?


ગર્વિષ્ઠોએ મારો બહુ તિરસ્કાર કર્યો છે, તોપણ હું તમારા નિયમથી પાછો હઠ્યો નથી.


ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે; અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.


લોકો એકબીજા પર, ને દરેક જન પોતાના પડોશી પર જુલમ ગુજારશે. છોકરો વડીલનો, ને નીચ માણસ પ્રતિષ્ઠિત માણસનો તિરસ્કાર કરશે.


પછી કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા, તથા તેમને મુક્‍કીઓ મારીને તેમને કહેવા લાગ્યા, “ [તું પ્રબોધક હોય તો] કહી બતાવ!” અને ભાલદારોએ તેમને તમાચા માર્યા.


કહ્યું, “આ માણસ લોકોને ભુલાવે છે, એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો; પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં, જે વાતોનું તમે તેના પર તહોમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી.


પણ તેઓએ સામટો મોટો ઘાંટો પાડીને કહ્યું, “એને લઈ જાઓ, અને બારાબાસને અમારે માટે છોડી દો.


લોકો જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, [એટલે] તેમનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે.”


તેમની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેમની નિંદા કરીને કહ્યું, “શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ.”


પણ યહૂદીઓએ અદેખાઈ રાખીને ચકલામાંના કેટલાક બદમાશોને સાથે લીધા, અને લોકોની મેદની જમાવીને આખા શહેરને ખળભળાવી મૂક્યું, અને યાસોનના ઘર પર હુમલો કરીને તેઓને લોકોની પાસે બહાર કાઢી લાવવાનો પ્રયત્ન કર્યો.


તેઓમાંના કોઈએક પ્રબોધકે કહ્યું છે: “ક્રીતીઓ સદા જૂઠા, જંગલી પશુઓ [જેવા] , આળસુ પેટભરા છે.”


Lean sinn:

Sanasan


Sanasan