Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 3:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ત્યાં નાના મોટા સમાન છે; અને ચાકર પોતાના શેઠથી છૂટો હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 ત્યાં નાના મોટા સૌ સરખા છે અને ગુલામ પોતાના માલિકથી મુક્ત છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 બધા જ લોકો ત્યાં સમાન છે. ગુલામ તેના માલિકથી મુક્ત હોય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 3:19
13 Iomraidhean Croise  

તેઓ સરખી રીતે ધૂળમાં સૂએ છે, અને કીડાઓ તેમને ઢાંકી દે છે.


ખીણનાં ઢેફાં તેને મીઠાં લાગશે, અને જેમ તેની અગાઉ અગણિત [માણસો] લઈ જવામાં આવ્યા હતા, તેમ બધા માણસો તેની પાછળ તણાતા જતા.


ત્યાં ગુલામો એકત્ર થઈને વિશ્રાંતિ મેળવે છે; ત્યાં વેઠ કરાવનારનો અવાજ તેઓને સાંભળવો પડતો નથી.


દુ:ખીઓને પ્રકાશ, અને નિરાશ થઈ ગયેલાઓને જીવન કેમ અપાય છે?


કેમ કે હું જાણું છું કે તમે મને મૃત્યુમાં, એટલે સર્વ સજીવોને માટે ઠરાવેલા ઘરમાં લઈ જશો.


નીચ તથા ઉચ્ચ, ધનવંત તથા દરિદ્રી, સર્વ સાથે [સાંભળો].


હા, તેઓ [ઊંચાણથી] બીશે, ને તેમને રસ્તે ચાલતાં ભય [લાગશે] ; અને બદામના ઝાડને ફૂલો ખીલશે, ને તીડ બોજારૂપ થઈ પડશે, અને રુચિ નાશ પામશે; કેમ કે માણસ પોતાના દીર્ઘકાળી ઘરે જાય છે, અને વિલાપ કરનારાઓ મહોલ્લાઓમાં ફરે છે.


અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.


આત્માને રોકવાની સત્તા કોઈ માણસને હોતી નથી; તેમ મૃત્યુકાળ ઉપર પણ તેને સત્તા નથી; તે યુદ્ધમાંથી કોઈ છૂટી જતું નથી; અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહિ.


જેમ માણસોને એક જ વાર મરવાનું, અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે,


Lean sinn:

Sanasan


Sanasan