Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 3:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે હમણાં તો હું સૂતેલો હોત, અને શાંતિમાં હોત. હું ઊંઘી ગયો હોત, તો મને નિરાંત હોત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 નહિ તો, અત્યારે હું શાંતિમાં સૂતો હોત, અને નિરાંતે ઊંઘતો હોત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે હમણાં તો હું સૂતેલો હોત અને મને શાંતિ હોત, હું ઊંઘતો હોત અને મને આરામ હોત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત તો અત્યારે મને શાંતિ હોત મને થાય છે, હું આરામમાં ઊંઘતો હોત.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 3:13
22 Iomraidhean Croise  

કેમ કે પછી તો જ્યાંથી પાછું નહિ આવી‍ શકાય ત્યાં, એટલે અંધકારના તથા મૃત્યુછાયાના દેશમાં મારે જવાનું છે;


એટલે ઘોર અંધકારના દેશમાં, જે સંપૂર્ણ અસ્તવ્યસ્ત છે, તથા જેનો પ્રકાશ અંધકારરૂપ છે તેવા મૃત્યુછાયાના [દેશમાં મારે જવાનું છે].”


તમે હમેશાં તેના ઉતર જય પામો છો, અને તે ગુજરી જાય છે; તમે તેને વીલે મોઢે મોકલી દો છો.


કેમ કે થોડાં વર્ષ વીતશે ત્યારે જ્યાંથી હું પાછો આવી શકું નહિ તે માર્ગે હું જઈશ.


જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોય; જો મેં અંધારામાં મારો પલંગ બિછાવ્યો હોય;


પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે.


તેને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેને જોશે, બીજાની નહિ. મારું હ્રદય નિર્બળ થાય છે.


તેઓ પોતાના દિવસો આબાદીમાં ગુજારે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે.


કોઈ તો પૂર જોરમાં તથા પૂરા સુખચેનમાં હોય છે ત્યારે મરે છે.


તેઓ સરખી રીતે ધૂળમાં સૂએ છે, અને કીડાઓ તેમને ઢાંકી દે છે.


સુકવણું તથા ઉષ્ણતા બરફના પાણીને શોષી લે છે. [એવી રીતે] શેઓલ પાપી [ઓને શોષી લે છે].


જનેતા તેને ભૂલી જશે; કીડો મઝાથી તેનું ભક્ષણ કરી જશે; પાછળથી તેને કોઈ સંભારશે નહિ; અને અનીતિને [સળેલા] ઝાડની જેમ ભાંગી નાખવામાં આવશે.


“પાણી તથા તેમાં રહેનારાંની નીચે મૂએલાઓ ધ્રૂજે છે.


તેમની આગળ શેઓલ ઉઘાડું છે, અને વિનાશને કંઈ ઢાંકણ નથી.


ઢીંચણોએ મારો અંગીકાર કેમ કર્યો? અને થાનોએ [મારો અંગીકાર કરીને] મને કેમ ધવડાવ્યો?


દુષ્કર્મીઓ સંતાઈ શકે એવો કોઈ અંધકાર કે મૃત્યુછાયા નથી.


અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી, અને મારો અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળ ભેગો થઈશ; તમે મને ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


વળી બેસુન્નતોના જે શૂરવીરો માર્યા ગયેલા છે, જેથી પોતાના યુદ્ધનાં શસ્ત્રોસહિત શેઓલમાં ઊતરી ગયા છે, ને પોતાની તરવારો પોતાનાં માથાં નીચે મૂકી છે, ને તેમનાં દુષ્કર્મો તેમનાં હાડકાં પર છે, તેઓમાં શું તેઓ નહિ પડશે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરોને ત્રાસદાયક [હતા].


Lean sinn:

Sanasan


Sanasan