Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 27:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મારી નેકીને હું મજબૂત પકડી રાખીશ, અને તેને કદી છોડીશ નહિ. મારા આયુષ્યમાં કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 હું નિર્દોષ છું એ વાત પકડી રાખીશ અને તેને છોડી દઈશ નહિ, મારી જિંદગીમાં કોઈ દિવસ મારો અંતરાત્મા ડંખ્યો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું મારી નિર્દોષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ મારા આયુષ્યના કોઈ પણ પ્રસંગ વિષે મારું મન મને ડંખતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હું મારી નિર્દોષતાને વળગી રહીશ; હું તેને કદી છોડીશ નહિ હું જીવું ત્યાં સુધી મારો અંતરઆત્મા મને કદી દુ:ખ પહોચાડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 27:6
16 Iomraidhean Croise  

હવે જુઓ, મારો મુકદ્દમો મેં નિયમસર ગોઠવ્યો છે; હું જાણું છું કે હું નેક છું.


તોપણ નેક પુરુષ પોતાના માર્ગમાં ટકી રહેશે, અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો જશે.


યહોવાએ શેતાનને પૂછયું, “શું તેં મારા સેવક અયૂબને લક્ષમાં લોધો છે? પૃથ્વી પર તેના જેવો સંપૂર્ણ, પ્રામાણિક, ઈશ્વરભક્ત તથા દુષ્ટતાથી દૂર રહેનાર બીજો કોઈ પુરુષ નથી; જોકે તેને વિનાકારણ પાયમાલ કરવાને તેં મને ઉશ્કેર્યો હતો, તોપણ હજી સુધી તે પોતાના પ્રામાણિકપણાને દઢતાથી વળગી રહ્યો છે.”


મારા શત્રુને દુષ્ટની જેમ, અને મારી વિરુદ્ધ ઊઠનારને અન્યાયીની જેમ થાઓ.


મેં ન્યાયીપણું ધારણ કર્યું હતું, ને તેણે મને ધારણ કર્યો હતો. મારો ન્યાય મારે માટે જામા તથા પાઘડી જેવો હતો.


(તો અદલ ત્રાજવામાં મને તોળવો જોઈએ કે, ઈશ્વર મારું પ્રામાણિકપણું જાણે;)


જો મારું પગલું રસ્તાથી આડુંઅવળું વળ્યું હોય, અને મારું હ્રદય મારી આંખોની પાછળ ચાલ્યું હોય, અને જો મારા હાથને કંઈ કલંક વળગ્યું હોય,


હવે આ ત્રણ માણસોએ અયૂબને ઉત્તર આપવાનું બંધ કર્યું, કેમ કે તે પોતાની નજરમાં નેક હતો.


ત્યારે રામના કુટુંબના બારાકેલ બુઝીના દીકરા અલીહૂને અયૂબ પર ક્રોધ ચઢયો, કેમ કે તેણે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી ઠરાવ્યો.


શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે, માટે તું મને દોષિત ઠરાવશે?


કૃપા કરીને પાછા ફરો, કંઈ અન્યાય ન થવો જોઈએ; હા, પાછા ફરો, મારી દાદ વાજબી છે.


શિખામણને મજબૂત પકડી રાખ; તેને છોડતો નહિ; તેને સંઘરી રાખ; કેમ કે તે તારું જીવન છે.


એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.


હું [અભિમાન કરીને] મૂર્ખ બન્યો છું, પણ તમે મને ફરજ પાડી; કેમ કે તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતાં, કારણ કે જો કે હું કંઈ ગણતરીમાં નથી, તોપણ હું મુખ્ય પ્રેરિતો કરતાં કોઈ પણ રીતે ઊતરતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan