Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 27:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઈશ્વરે મારો હક ડુબાવ્યો છે; સર્વશક્તિમાને મારા આત્માને સતાવ્યો છે, તેમના સોગન [ખાઈને હું કહું છું] કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “જીવંત ઈશ્વરના સોગંદ, તેમણે મારો હક્ક છીનવી લીધો છે, અને સર્વસમર્થે મારું દિલ દુભાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે, તેમણે મારો હક ડુબાવ્યો છે, સર્વશક્તિમાન ઈશ્વરે મારા આત્માને સતાવ્યો છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “દેવે મારો ન્યાયનો હક છીનવી લીધો છે, સર્વસમર્થ દેવે મારા જીવનને દુ:ખી બનાવી દીધું છે, તેમના નામના સમ ખાઇને કહું છું;

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 27:2
26 Iomraidhean Croise  

યોઆબે કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, જો તું બોલ્યો ન હોત તો આ લોકોએ છેક સવાર સુધી પોતાના ભાઈઓનો પીછો પકડે રાખ્યો હોત.”


ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


એલિયાએ કહ્યું, “સૈન્યોના યહોવા કે જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના સમ કે, હું નક્કી આજે તેને મળીશ.”


પછી તેણે પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવીને તેના ચરણ પકડ્યા. અને ગેહઝી એને હડસેલી કાઢવા માટે પાસે આવ્યો. પણ ઈશ્વરભક્તે કહ્યું, “એને રહેવા દે; કેમ કે એનું મન દુ:ખિત છે. યહોવાએ મારાથી તે છુપાવીને મને કહ્યું નથી.”


જુલમ કરવો તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોની યોજના પર પ્રસન્નતા દેખાડવી, એ શું તમને શોભે?


ઈશ્વર મને અધર્મીઓને હવાલે સોંપી દે છે, અને મને દુષ્ટોના હાથમાં ફેંકી દે છે.


તો હવે સમજી લો કે ઈશ્ચરે મને ઉથલાવી પાડયો છે, અને તેમણે પોતાની જાળથી મને ઘેરી લીધો છે.


કેમ કે ઈશ્ચરે મારું હ્રદય નિર્ગત કર્યું છે, અને સર્વશક્તિમાને મને ગભરાવ્યો છે;


કેમ કે અયૂબે કહ્યું છે, ‘હુમ ન્યાયી છું, અને ઈશ્ચરે મારો હક ડુબાવ્યો છે;


“તું એવું કહે છે કે, ‘એમાં મને શો ફાયદો થવાનો છે? મેં પાપ કર્યું હોત તો [જે મફત] તેના કરતાં હાલ મને વધારે શો નફો મળશે?


શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે, માટે તું મને દોષિત ઠરાવશે?


કેમ કે તે તોફાન વડે મારા ચૂરેચૂરા કરે છે, અને વિનાકારણ મારા ઘા વધારે છે.


તે મને શ્ચાસ લેવા દેતા નથી, પણ મને કષ્ટથી ભરપૂર કરે છે.


યાકૂબ, તું શા માટે કહે છે અને હે ઇઝરાયલ, તું શા માટે બોલે છે કે, મારો માર્ગ યહોવાથી સંતાડેલો છે, ને મારો ન્યાય મારા ઈશ્વરના લક્ષમાં નથી?


જેમ પડોશીઓએ મારા લોકોને બાલના સમ ખાતાં શીખવ્યા, તેમ, ‘પ્રભુ યહોવા જીવંત છે, ’ એવા મારા નામના સમ ખાતાં પડોશીઓ શીખશે, અને મારા લોકોના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકોની વચમાં સ્થિર થઈને વસશે.


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, યહોવા જીવે છે એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ મારામાં પોતાને આશીર્વાદિત ગણશે, તથા મારામાં અભિમાન કરશે.”


જો કે, જીવતા યહોવાના સમ, એમ કહીને તેઓ સોગન ખાય છે; તોપણ ખરેખર તેઓ જૂઠા સમ ખાય છે.”


તેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી; પણ દુષ્ટ પોતાના દુરાચરણથી ફરે, અને જીવતો રહે એમાં મને આનંદ થાય છે; અરે તમે ફરો, તમારા દુષ્ટ માર્ગોથી ફરો. હે ઇઝરાયલના લોકો, તમે શા માટે મરવા ચાહો છો?


પણ હું જીવતો છું, અને આખી પૃથ્વી યહોવાના ગૌરવથી ભરપૂર થશે [તે જેટલું નકકી છે] તેટલા જ નકકીપણાથી.


આજની રાત થોભી જા, ને સવારમાં એમ થશે કે જો તે સગા તરીકે પોતાની ફરજ તારા પ્રત્યે અદા કરવા ઇચ્છતો હશે તો ઠીક, સગા તરીકેની પોતાની ફરજ બજાવવા ઇચ્છતો નહિ હોય, તો હું જીવતા યહોવાની પ્રતિજ્ઞા લઉં છું કે, તારા પ્રત્યે સગા તરીકેની ફરજ હું બજાવીશ; સવાર સુધી સૂઈ રહે.”


કેમ કે ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર યહોવાના સોગન ખાઈને [હું કહું છું કે] તે મારો દીકરો યોનાથાન હશે તોપણ તે ખચીત માર્યો જશે.” પણ સર્વ લોકોમાંથી કોઈએ પણ તેને ઉત્તર આપ્યો નહિ.


લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલનો આવો મોટો ઉદ્ધાર કર્યો છે તે મરે? એવું ન થાઓ. જીવતા યહોવાના સમ, તેના માથાનો વાળ પણ ભૂમિ પર પાડવાનો નથી, કેમ કે આજે ઈશ્વરની જ સહાયથી તેણે આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવી લીધો, જેથી તે મરણ પામ્યો નહિ.


અને જો, હું છોકરાને એમ કહીને મોકલીશ કે, ‘જા બાણ શોધી કાઢ.’ જો હું છોકરાને કહું કે, જો, બાણો તારી આ તરફ છે, ’ તો તે લઈને આવજે. કેમ કે જીવતા યહોવાના સમ કે, ત્યારે તો તું સહીસલામત છે, ને કંઈ વિધ્ન નથી.


માટે હવે, હે મારા મુરબ્બી, હું જીવતા યહોવાના તથા તમારા જીવના સમ ખાઈને કહું છું કે, યહોવાએ આપને ખૂનના દોષથી તથા આપને હાથે આપનું વેર લેવાથી આપને અટકાવ્યા છે; તો હવે આપના શત્રુ તથા મારા મુરબ્બીનું ભૂંડું તાકનારા નાબાલના જેવા થાઓ.


કેમ કે ઇઝરાયલના જીવતા ઈશ્વર યહોવા, જેમણે તને નુકસાન કરવાથી મને રોકી રાખ્યો છે, તેમના સમ ખાઈને કહું છું કે, જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચે સવાર થતાં સુધીમાં નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan