Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 26:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “સામર્થ્ય વગરનાને તેં શી રીતે સહાય કરી છે? નિર્બળ હાથને તેં કેવી રીતે બચાવ્યો છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “મારા જેવા નિર્બળને તમે શી સહાય કરી? અને મારા અબળ હાથને કેટલો ટેકો આપ્યો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે? અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હા, તમે ખૂબ પ્રોત્સાહન આપનારા છો અને તમે મારા દુર્બળ હાથને મજબૂત બનાવ્યા છે. બિલ્દાદ, સોફાર અને અલીફાઝ, તમે આ થાકેલા, પજવાયેલા માણસને ખુબ મદદ કર્તા રહ્યાં છો!

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 26:2
15 Iomraidhean Croise  

બપોરે એમ થયું કે એલિયાએ તેઓની મશ્કરી કરીને કહ્યું, “મોટેથી પોકારો, કેમ કે તે દેવ છે; તે તો વિચારમાં ગૂંથાયેલો હશે કે, એકાંતમાં હશે કે, મુસાફરીમાં હશે કે કદાચ તે ઊંઘતો હશે, માટે તેને જગાડવો જોઈએ.”


“નિશ્ચે તમારા સિવાય તો બીજા લોક જ નથી, અને બુદ્ધિનો અંત તો તમારા અંત સાથે જ આવશે!


ત્યારે અયૂબે ઉત્તર આપ્યો,


અજ્ઞાનીને તેં કેવી રીતે બોધ આપ્યો, તથા ખરું જ્ઞાન પુષ્કળ જાહેર કર્યું છે?


જુઓ, તમે બધાએ જાતે તે જોયું છે; તો શા માટે તમે બકવાદ કરો છો?”


મારું બળ શું છે કે હું સહનશક્તિ રાખું? અને મારો અંત કેવો થવાનો છે કે હું ધીરજ રાખું?


શું મારી મજબૂતી પથ્થરોની મજબૂતી [જેટલી] છે? કે શું મારું માંસ પિત્તળનું છે?


શું હું પંડે બિલકુલ લાચાર નથી? શું ડહાપણ [થી કામ કરવાની શક્તિ] નો મારામાંથી લોપ થયો નથી?


સત્ય વચન કેવાં અસરકારક હોય છે! પણ તમે જે ઠપકો આપો છો તે શાનો ઠપકો?


વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દો; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કરો.


તેમણે કોની સલાહ લીધી? કોણે તેમને સમજણ આપી, ને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેમને જ્ઞાન શીખવ્યું? કોણે તેમને બુદ્ધિનો માર્ગ જણાવ્યો?


Lean sinn:

Sanasan


Sanasan