Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 24:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓ અરણ્યનાં જંગલી ગધેડાંની જેમ પોતાને કામે જાય છે, અને ખંતથી ખોરાક શોધે છે. અરણ્ય તેમને તેમનાં છોકરાંને માટે ખોરાક [આપે છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 જેથી ગરીબો જંગલી ગધેડાની જેમ રણપ્રદેશમાં ખોરાક શોધવાના કામે જાય છે, અને તેઓ વગડામાં પોતાનાં બાળકો માટે આહાર શોધે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જુઓ, અરણ્યનાં જંગલી ગધેડાની જેમ, તેઓ પોતાને કામે જાય છે અને ખંતથી ખોરાકની શોધ કરે છે; અરણ્ય તેઓના સંતાનો માટે ખોરાક આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “જંગલી ગધેડાની જેમ, ગરીબોએ કામ અને ખોરાકની શોધમાં ભટકવું પડે છે. તેઓ ખોરાકની શોધમાં બહાર જવા માટે વહેલી સવારે ઉઠે છે. તેઓના સંતાનો માટે ખોરાક મેળવવા, તેઓ મોડી સાંજ સુધી કામ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 24:5
16 Iomraidhean Croise  

અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે. તેનો હાથ હરેકને ઊલટો, ને હરેકનો હાથ તેને ઊલટો થશે; અને પોતના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે.”


અને તું તારી તરવારથી જીવશે, ને તું તારા ભાઈની સેવા કરશે; પણ એમ થશે કે, જ્યારે તું છૂટી જશે, ત્યારે તું તારી ગરદન પરથી તેની ઝૂસંરી કાઢી નાખશે.”


લૂંટારાઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને રોષ ચઢાવનારાઓ સહીસલામત હોય છે; અને તેઓનું બાહુબળ તે જ તેમનો ઈશ્વર છે.


ખૂની અજવાળું થતાં જાગીને ગરીબ તથા દરિદ્રીને મારી નાખે છે; અને રાત્રે તે ચોર જેવો છે.


તેઓ ખેતરમાં પોતાનો ખોરાક શોધે છે; અને દુષ્ટની દ્રાક્ષોનો સળો વીણે છે.


તેઓની જમીનનો પાક ભૂખ્યા માણસો ખાઈ જાય છે, અને વળી કાંટામાંથી પણ તેઓ તે લઈ જાય છે, તેઓનું દ્રવ્ય લોભીઓ ખાઈ જાય છે.


માણસ પોતાનો ધંધો કરવા બહાર નીકળે છે, અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.


કેમ કે તેઓ નુકસાન કર્યા વગર ઊંઘતા નથી; અને કોઈને ફસાવ્યા વગર તેમની ઊંઘ ઊડી જાય છે.


તું રાજમાં ઊછરેલી જંગલી ગધેડી છે, જે કામાતુર થઈને વાયુ ચૂસ્યા કરે છે; જ્યારે તે મસ્ત હોય છે ત્યારે તેને કોણ ફેરવી શકે? જે કોઈ તેને શોધે છે તે થાકી જશે નહિ; પોતાની ઋતુમાં તે તેઓને મળશે.


કેમ કે પોતાનું મન ભઠ્ઠીની જેમ તૈયાર કરીને તેઓ સંતાઈને તાકી રહ્યા છે. તેઓનો ક્રોધ આખી રાત ઊંઘતો પડી રહે છે; સવારમાં તે અગ્નિના ભડકાની જેમ બળે છે.


કેમ કે સ્વચ્છંદે ભટકતા જંગલી ગધેડાની જેમ તેઓ આશૂરની પાસે ગયા છે. એફ્રાઈમે પૈસા ઠરાવીને પ્રીતમો રાખ્યા છે.


જેઓ પોતાનાં બિછાનામાં [સૂતા સૂતા] અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતા [નો વિચાર] કરે છે તેઓને અફસોસ! સવારનો પ્રકાશ થતાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તે કરવું તેમના હાથમાં છે.


તેની અંદર તેના અમલદારો ગર્જના કરતા સિંહો જેવા છે. તેના ન્યાયાધીશો સાંજે [ફરતા] વરુઓ જેવા છે. તેઓ આવતી કાલ માટે કંઈ પડતું મૂકતા નથી.


ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે વહેલી સવાર હતી. તેઓ અશુદ્ધ ન થાય, અને પાસ્ખા ખાઈ શકે, માટે તેઓ પોતે દરબારમાં ગયા નહિ.


દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સમ ખાઈને પ્રતિજ્ઞા લીધી, “પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી આપણે અન્‍નજળ લેવું નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan