Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 24:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ઘણી વસતિવાળા નગરમાંથી માણસો હાયપીટ કરે છે અને ઘાયલોના આત્મા બૂમ પાડે છે; તોપણ ઈશ્વર તે અન્યાયને લેખવતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 નગરમાં મરવા પડેલા લોકો કણસે છે, અને મરણતોલ ઘવાયેલાંના ગળાં ચીસો પાડે છે; તો પણ ઈશ્વર તે અન્યાયને ધ્યાનમાં લેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઘણી વસ્તીવાળા નગરોમાંથી માણસો શોક કરે છે; ઘાયલોના આત્મા બૂમ પાડે છે, તે છતાં ઈશ્વર તેઓના પ્રાર્થના સાંભળતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 નગરોમાં મરતાં લોકોના દુ:ખદાયક અવાજો તમે સાંભળી શકો છો. ઘાયલોના આત્મા બૂમ પાડે છે; તે છતાં દેવ તેઓનું સાંભળતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 24:12
23 Iomraidhean Croise  

અને તેમણે કહ્યું, “આ તેં શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાંક મારે છે.


તેઓ આ માણસોનાં ઘરોમાં તેલ પીલે છે; તેઓ દ્રાક્ષાકુંડોમાં [દ્રાક્ષો] ખૂંદે છે, અને તરસ્યા રહે છે.


તેઓ અજવાળા વિરુદ્ધ ફિતૂર કરનારા છે; તેઓ તેમના માર્ગો જાણતા નથી, અને તેમના પંથમાં ટકી રહેતા નથી.


જો ફટકાથી તત્કાળ મોત નીપજે, તો નિર્દોષની નિરાશાની તે હાંસી કરશે.


પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે; તે તેમના ન્યાયાધીશોનાં મોઢાં પર ઢાંકપિછોડો કરે છે; જો [તે કૃત્ય એમનું] ન હોય, તો બીજો કોણ એવું કરે?


દુષ્ટ શા માટે ઈશ્વરને નિંદે? તે શા માટે પોતાના હ્રદયમાં વિચાર કરે છે, “તમે બદલો નહિ માગો?”


કેમ કે હું ગરીબ તથા દરિદ્રી છું, મારું હ્રદય વીંધાઈ ગયેલું છે.


યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”


આવાં કામ તેં કર્યાં છે, અને હું ચૂપ રહ્યો; તેથી તેં ધાર્યું છે કે હું છેક તારા જેવો છું, [પણ] હું તને ઠપકો આપીશ, અને હું [તારાં કામ] તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.


કેમ કે જેને તમે શિક્ષા કરી છે તેનો પીછો તેઓ પકડે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાતો કરીને તેઓ [ખુશ થાય] છે.


કેમ કે તેને ઓઢવાનું તે એટલું એ જ છે, ને તે તેનું અંગ ઢાંકવાનું વસ્‍ત્ર છે, તે બીજું શું ઓઢીને સૂએ? અને તે મને પોકારશે તો એમ થશે કે હું તેનું સાંભળીશ; કેમ કે હું કૃપાળુ છું.


ત્યારે મેં પાછા ફરીને વિચાર કર્યો, અને પૃથ્વી ઉપર જે જુલમ ગુજારવામાં આવે છે તે સર્વ મેં જોયું. જુલમ વેઠનારાઓનાં આંસુ [પડતાં હતાં] , અને તેમને દિલાસો આપનાર કોઈ નહોતું! તેમના પર જુલમ ગુજારનારાઓના પક્ષમાં બળ હતું, પણ જુલમ વેઠનારાઓને દિલાસો આપનાર કોઈ નહોતું.


પણ હવે યહોવા કહે છે, “અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વગર કારણે લઈ જવામાં આવ્યા છે; તેમના અધિકારીઓ બૂમ પાડે છે, ” એમ યહોવા કહે છે; “અને નિત્ય મારું નામ આખો દિવસ નિંદાય છે.


હે યહોવા, જ્યારે હું તમારી સાથે વિવાદ કરું ત્યારે તમે ન્યાયી ઠરો છો, તોપણ હું તમારી આગળ [મારી] ફરિયાદ વિષે દલીલ રજૂ કરીશ: દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટટે મુખી હોય છે?


તમે તેઓને રોપ્યા છે. વળી તેઓની જડ બાઝી છે. તેઓ વધે છે, વળી ફળ આપે છે. તમે તેઓનાં મોંમા છો, પણ તેઓનાં મનથી તમે દૂર છો.


તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે. તોપણ તમે પૂછો છો, “શી રોતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે, અને તેમનાથી તે રાજી થાય છે; અથવા ઈનસાફો ઈશ્વર ક્યાં છે?” એમ કહીને તમે તેમને [કંટાલો ઉપજાવ્યો છે].


હમણાં અમે ગર્વિષ્ઠોને ધન્યવાદ આપીએ છીએ; હા, દુરાચારીઓ આબાદ થતા જાય છે; હા, તેઓ ઈશ્વરની પરીક્ષા કરે છે, છતાં તેઓ બચી જાય છે.’


અને આપણા પ્રભુનું ધૈર્ય તારણ છે એમ માનો. આપણા વહાલા ભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે.


અને તેઓએ પોતામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુ:ખને લીધે યહોવાનો આત્મા ખિન્‍ન થયો.


Lean sinn:

Sanasan


Sanasan