Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 23:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેમના હોઠોની આજ્ઞાથી હું પાછો હઠયો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેમના મુખની આજ્ઞાઓ મેં તરછોડી નથી. તેમના મુખના શબ્દો મેં મારા અંતરમાં ખજાનાની જેમ સંઘર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેમના હોઠોની આજ્ઞાઓથી હું પાછો હઠ્યો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેમણે જે આજ્ઞાઓ કરી છે એનું હું પાલન કરું છું. હું મારું ધાર્યુ નહિ, એનું ધાર્યું કરૂં છું.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 23:12
22 Iomraidhean Croise  

શું ઈશ્વરના દિલાસા તથા તારી પ્રત્યેનાં [અમારાં] નમ્ર વચનો તારી નજરમાં કંઈ વિસાતનાં નથી?


કૃપા કરીને તેમના મુખનો બોધ સ્વીકાર, ‍ અને તેમનાં વચનો તારા હ્રદયમાં ભરી રાખ.


પણ તે એક એવા છે કે તેમને કોણ ફરવી‍ શકે? તેમનો આત્મા જે ઈચ્છે છે તે જ તે કરે છે.


‘હું શુદ્ધ તથા નિષ્કલંક છું. હું નિરપરાધી છું, મારામાં કંઈ અન્યાય નથી.


ત્યારે તો હજીયે મને દિલાસો થાય; હા, એવા અસહ્ય દુ:ખોમાંયે હું આનંદ માનું; કેમ કે મેં પવિત્ર [ઈશ્વર] નાં વચનોની અવગણના કરી નથી.


મારી રુચિને તમારાં વચન કેવાં મીઠાં લાગે છે! તેઓ મારા મુખને મધના કરતાં વધુ મીઠાં છે!


હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે.


તેથી હું સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.


યહોવાનો મનસૂબો સર્વકાળ ટકે છે, તેમના હ્રદયની ધારણા પેઢી દરપેઢી દઢ રહે છે.


[તે એ કે] વ્યર્થતા તથા જૂઠ મારાથી દૂર કરો; મને દરિદ્રતા ન આપો, તેમજ દ્રવ્ય પણ ન આપો; મારે માટે અગત્યનું હોય તેટલા અન્‍નથી મારું પોષણ કરો;


તમારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મેં તેઓને ખાધાં; અને તમારાં વચનોથી મારા હ્રદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો; કેમ કે, હે યહોવા, સૈન્યોના ઈશ્વર, તમારા નામથી હું ઓળખાઉં છું.


પ્રભુએ કહ્યું, “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્‍ન આપવા માટે પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે?


તો જે દિવસે તે રાહ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, [તે ઘડીએ] તે દાસનો ધણી આવશે, ને તેને કાપી નાખીને, તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે.


પણ તેમણે તેઓને કહ્યું, “મારી પાસે ખાવાનું અન્‍ન છે કે જે વિષે તમને ખબર નથી.”


ઈસુ તેઓને કહે છે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા પૂરી કરવી, અને તેમનું કામ પૂર્ણ કરવું એ મારું અન્‍ન છે.


તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો.


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો.


તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો તેઓ આપણી સાથે રહેત:પણ તેઓ સર્વ આપણામાંના નથી, એમ પ્રગટ થાય માટે [તેઓ નીકળી ગયા].


Lean sinn:

Sanasan


Sanasan