Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 22:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 કેમ કે તેં પોતાના ભાઈની [ઘરેણે મૂકેલી] થાપણ મફત લઈ લીધી છે. અને [તારા દેણદારોનાં] વસ્ત્રો કાઢી લઈને તેઓને નગ્ન કરી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેં તારા જાતભાઈએ ગીરે મૂકેલી થાપણ અન્યાયથી પડાવી લીધી છે; અને દેણદારોનાં વસ્ત્ર ઉતારી લઈ તેમને નગ્ન કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કેમ કે તેં તારા ભાઈની થાપણ મફતમાં લીધી છે; અને તારા દેણદારોનાં વસ્ત્રો કાઢી લઈને તેઓને નિર્વસ્ત્ર કરી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 કદાચ તેઁ તારા ભાઇને થોડા પૈસા ઊછીના આપ્યા હોય અને તે તને પાછા આપશે તેની સુરક્ષાનો પૂરાવો આપવાનો આગ્રહ કર્યો હોય. કદાચ એમ હોય કે તેઁ ઉછીના પૈસાના દેણા માટેના વચન તરીકે ગરીબ માણસના કપડાં લીધા હોય. તેઁ આ કદાચ કારણ વગર કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 22:6
12 Iomraidhean Croise  

તેઓ અનાથનું ગધેડું હાંકી જાય છે, તેઓ વિધવાના બળદને ગીરો મૂકવા માટે લઈ જાય છે.


તેઓ આખી રાત વસ્ત્ર વિના નગ્ન સૂઈ રહે છે, અને ટાઢમાં ઓઢવાને તેમની પાસે કંઈ નથી.


કેમ કે રડતા ગરીબોને તથા તદ્દન નિરાશ્રિત અનાથોને પણ હું [દુ:ખમાંથી] મુક્ત કરતો.


જો તું કદી તારા પડોશીનું વસ્‍ત્ર ગીરો રાખે, તો સૂર્યાસ્ત થયા અગાઉ તે તેને પાછું આપવું;


દીન અને લાચારને નાહક રંજાડ્યા હોય, જોરજુલમ કરીને લૂંટ કરી હોય, ગીરો મૂકેલી વસ્તુ પાછી આપી નહિ હોય, ને મૂર્તિઓ તરફ નજર કરી હોય, ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,


તેમ કોઈને નાહક રંજાડ્યું ન હોય, કંઈ ચીજ ગીરો લીધી ન હોય, તેમ જુલમ કરીને લૂંટફાટ કરી ન હોય પણ ભૂખ્યાને અન્ન આપ્યું ન હોય, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હોય,


અને કોઈને નાહક નુકસાન કર્યુ નહિ હોય, પણ દેવાદારે ગીરો [મૂકેલી વસ્તુ] તેને પાછી અપી હશે, જુલમ કરીને કોઈને લૂંટ્યો નહિ હોય, પોતાનું અન્ન ભૂખ્યાને આપ્યું હશે,, ને નગ્નને વસ્ત્ર ઓઢાડ્યું હશે;


તેઓ પ્રત્યેક વેદીની બાજુએ ધરેણે લીધેલાં લૂગડાં પર સૂએ છે, ને જેઓને દંડ થયેલો હોય તેવાઓનો દ્રાક્ષારસ તેઓ પોતાના ઈશ્વરના મંદિરમાં પીએ છે.


કોઈ માણસ ઘંટી કે ઘંટીનું ઉપલું પડ ઘરેણે ન લે; કેમ કે તે માણસની ઉપજીવિકા ઘરેણે લે છે.


Lean sinn:

Sanasan


Sanasan