Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 22:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તું ન્યાયી હોય તો તેમાં સર્વશક્તિમાનને શો આનંદ થાય? અને તું તારા માર્ગો સીધા કરે તેમાં [તેને] શો લાભ થાય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તું નેક હો તો તેમાં સર્વસમર્થને રાજી થવા જેવું શું છે? અને તારા સદાચરણથી તેમને શો લાભ થાય?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તું ન્યાયી હોય તોપણ સર્વશક્તિમાનને શો આનંદ થાય? તું તારા રસ્તા સીધા રાખે તેમાં તેમને શો ફાયદો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તું સાચી રીતે જીવે તો પણ તેથી દેવને શું? તારું વર્તન ગમે તેટલું નિર્દોષ હોય તો પણ તેથી દેવને શો ફાયદો?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 22:3
20 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો ને પ્રામાણિકપણા પર સંતુષ્ઠ છો. મેં તો મારા અંત:કરણના પ્રામાણિકપણાથી એ સર્વ તમને રાજીખુશીથી અર્પ્યું છે. તમારા જે લોકો અહીં હાજર છે, તેઓને રાજીખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે.


સર્વશક્તિમાન કોણ છે કે, અમે તેની સેવા કરીએ? અમે તેની પ્રાર્થના કરીએ તો તેથી અમને શો લાભ થાય?’


“શું માણસ ઈશ્વરને લાભકારક હોઈ શકે? નિશ્ચે ડાહ્યો માણસ પોતાને જ લાભકારક હોય એ ખરું છે.


શું તે તારાથી બીએ છે કે, તે તને ઠપકો આપે છે, અને તે તને ન્યાયાસન આગળ ઊભો કરે છે?


તેણે કહ્યું છે, ‘માણસ ઈશ્વરમાં આનંદ માને, તેમાં તેને કંઈ લાભ નથી.’


જો તું ન્યાયો હોય, તો તું તેમને શું આપે છે? અથવા તે તારા હાથથી શું પામે છે?


મેં મારી ચાલ વિષે વિચાર કર્યો છે, અને તમારાં સાક્ષ્યો તરફ હું વળ્યો છું.


મેં કહ્યું, “હું મારા માર્ગોને સંભાળીશ કે, હું મારી જીભે પાપ ન કરું. દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી હું મારું મુખ લગામથી કબજે રાખીશ.”


ખોટાં ત્રાજવાં યહોવાને કંટાળારૂપ છે; પણ અદલ વજનિયાંથી તે રાજી થાય છે.


વિપરીત અંત:કરણવાળા માણસોથી યહોવા કંટાળે છે; પણ જેઓ પોતાની વર્તણૂકમાં પૂર્ણ છે તેઓ તેને આનંદરૂપ છે.


જૂઠા હોઠો યહોવાને કંટાળરૂપ છે; પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે.


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


જો તું જ્ઞાની હોય, તો તારે પોતાને માટે તું જ્ઞાની છે; અને જો તું તિરસ્કાર કરતો હોય, તો તારે એકલાને જ તે [નું ફળ] ભોગવવું પડશે.


તમે તમારા શબ્દોથી યહોવાને કંટાળો ઉપજાવ્યો છે. તોપણ તમે પૂછો છો, “શી રોતે અમે તેમને કંટાળો ઉપજાવ્યો છે? દુષ્કર્મ કરનાર દરેક માણસ યહોવાની નજરમાં સારો છે, અને તેમનાથી તે રાજી થાય છે; અથવા ઈનસાફો ઈશ્વર ક્યાં છે?” એમ કહીને તમે તેમને [કંટાલો ઉપજાવ્યો છે].


એમ માનીને હું ઈશ્વરની તથા માણસોની પ્રત્યે હંમેશાં નિર્દોષ અંત:કરણ રાખવાનો પ્રયત્ન કરું છું.


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


મારી પાસે સર્વ વાનાં છે, ને તે વળી પુષ્કળ છે. એપાફ્રોદિતસની સાથે મોકલેલાં તમારાં દાનથી હું ભરપૂર છું, તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ છે, અને તે ઈશ્વરને પ્રિય છે.


Lean sinn:

Sanasan


Sanasan