Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 20:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે, જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે, અને તે તેને પોતાની જીભ નીચે ભલે સંતાડે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જો કે દુષ્ટતા તેના મુખને મીઠી લાગે છે. જો કે તે તેને પોતાની જીભ નીચે છુપાવી રાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “તેણે પોતાની દુષ્ટતાના સ્વાદમાં આનંદ માણ્યો છે. દુષ્ટતાને તેણે પોતાના મુખમાં ધીમે ધીમે ઓગળવા દીધી છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 20:12
10 Iomraidhean Croise  

અને તે વૃક્ષનું ફળ ખાવાને માટે સારું, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્‍ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો પતિ હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.


દાઉદે ઉરિયાને કહ્યું, “આજે પણ તું અહીં રહેજે, ને કાલે હું તને વિદાય કરીશ.” એમ ઉરિયા તે દિવસે તથા તેને બીજે દિવસે યરુશાલેમમાં રહ્યો.


તો જે ધિક્કારપાત્ર, ભ્રષ્ટ તથા પાણીની જેમ અન્યાયને પી જનાર માણસ હોય તો તે કેટલો અધિક ગણાય!


શાપ, કપટ તથા જુલમથી તેનું મુખ ભરેલું છે. તેની જીભમાં ઉપદ્રવ તથા અન્યાય ભરેલા છે.


અધમ સાક્ષી ઇનસાફને મશ્કરીએ ઉડાવે છે; અને દુષ્ટનું મોં અન્યાયને ગળી જાય છે.


અસત્યની રોટલી માણસને મીઠી લાગે છે, પણ પાછળથી તેનું મોં કાંકરાથી ભરાઈ જશે.


હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારું હ્રદય તને ખુશ રાખે. તારા હ્રદયના માર્ગોમાં તથા તારી આંખોની દષ્ટિ પ્રમાણે તું ચાલ; પણ તારે નકકી જાણવું કે, આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan