Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 20:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેનાં સંતાન દરિદ્રીઓની મહેરબાની શોધશે, અને તેના હાથ તેનું ધન પાછું પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે અને તેણે તેના હાથોએ પડાવી લીધેલ સંપત્તિ પાછી આપવી પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેનાં સંતાનો ગરીબોની મહેરબાની શોધશે, અને તેના હાથો તેનું ધન પાછું આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 દુષ્ટ માણસનાં સંતાનો એ ગરીબ પાસેથી જે લીધું હતું તે પાછું આપશે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 20:10
15 Iomraidhean Croise  

અને તેને ઘેટીને બદલે ચારગણું પાછું આપવું પડશે, લે, લે તેણે આવું [નિર્દય] કૃત્ય કર્યું, ને તેને કંઈ દયા આવી નહિ.”


તે દ્રવ્ય ગળી ગયો છે, પણ તેને તે ફરી ઓકી કાઢવું પડશે; ઈશ્વર તેના પેટમાંથી તે ઓકી કઢાવશે.


જેને માટે તેણે શ્રમ કર્યો હશે, તે તેને પાછું આપવું પડશે, અને તે તેને ગળી જવા પામશે નહિ. તેણે જે સંપત્તિ મેળવી હશે, તેથી તેને આનંદ થશે નહિ.


જો તેનાં સંતાનની વૃદ્ધિ થાય, તો તે તરવારથી [કતલ થવાને] માટે છે; અને તેના વંશજોને ભૂખમરો વેઠવો પડશે.


ઘરડો સિંહ શિકાર વિના નાશ પામે છે, અને સિંહણનાં બચ્ચાં વિખેરાઈ જાય છે.


તેનાં ફરજંદો સહીસલામત નથી, તેઓ ભાગળમાં રગદોળાય છે, અને તેમને બચાવનાર કોઈ નથી.


તેનાં છોકરાં રખડી રખડીને ભીખ માગો; તેઓ પોતાનાં ઉજ્‍જડ થયેલાં ઘરોને છોડીને રોટલી માગી ખાઓ.


અને યહોવાએ મિસરીઓની દષ્ટિમાં લોકોને કૃપા પમાડી, ને તેથી જે કંઈ તેઓએ માંગ્યું તે તેઓએ તેમને આપ્યું. અને તેઓએ મિસરીઓને લૂંટી લીધા.


“જો કોઈ માણસ કોઈ બળદ કે ઘેટું ચોરીને તેને કાપે અથવા તેને વેચી દે, તો તે એક બળદને બદલે પાંચ બળદ ને એક ઘેટાંને બદલે ચાર ઘેટાં આપે.


જો સૂર્ય ઊગ્યા પછી તેને [મારે] તો તેને ખૂનનો દોષ લાગે. ચોરેલા માલની નુકસાની [ચોર] ભરી આપે; અને જો તે છેક કંગાલ હોય, તો તેની ચોરીને લીધે તે વેચાઈ જાય.


કેમ કે જો તું તેમને જવા દેવાનો ઈનકાર કરશે, ને હજી પણ તેમને રોકી રાખશે,


જે માણસ નિર્ધન છતાં દરિદ્રીઓ ઉપર જુલમ કરે છે, તે અનાજનો તદ્દન નાશ કરનાર વરસાદની હેલી [જેવો છે].


પણ જો તે પકડાય, તો તેને સાતગણું પાછું ભરી આપવું પડશે; તેને પોતાના ઘરની બધી સંપત્તિ આપી દેવી પડશે.


જાખ્ખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું, “પ્રભુ, હું મારી સંપત્તિનો અર્ધો ભાગ દરિદ્રીઓને આપું છું; જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય, તો હું તેને ચોગણું પાછું આપીશ.”


Lean sinn:

Sanasan


Sanasan