અયૂબ 2:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 પણ તેણે તેને ઉત્તર આપ્યો, “કોઈએક અધર્મી સ્ત્રીની જેમ તું બોલે છે. શું આપણે ઈશ્વરના હાથથી સુખ જ સ્વીકારીએ, અને દુ:ખ ન સ્વીકારીએ?” એ સર્વમાં અયૂબે પોતાના મોંથી પાપ ન કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 યોબે તેને કહ્યુ: “તું તો કોઈ નાદાન સ્ત્રીની જેમ બોલે છે! શું ઈશ્વર પાસેથી આપણે સુખ જ સ્વીકારીએ. અને દુ:ખ ન સ્વીકારીએ?” એવી વિપત્તિમાં પણ યોબે પોતાના મુખે પાપ કર્યું નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પરંતુ અયૂબે તેને ઉત્તર આપ્યો કે, “તું એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે શું આપણે ઈશ્વરના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું અને દુ:ખ નહિ?” આ સર્વમાં અયૂબે પોતાના મોંથી પાપ કર્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ10 પરંતુ અયૂબે ઉત્તર આપ્યો, “તું તો એક મૂર્ખ સ્ત્રીની જેમ બોલે છે, શું આપણે દેવના હાથથી માત્ર સુખ જ સ્વીકારવાનું, દુ:ખ નહિ?” આવા દુ:ખમાં પણ અયૂબે કદી દેવની વિરૂદ્ધ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ. Faic an caibideil |