Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 19:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેમણે વાડથી મારો માર્ગ એવો બંધ કર્યો છે કે, હું આગળ ચાલી શકતો નથી, અને મારા રસ્તાઓમાં તેમણે અંધકાર મૂક્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેમણે મારા માર્ગમાં અભેદ્ય દીવાલ ઊભી કરી છે, એટલે હું આગળ જઈ શક્તો નથી; તેમણે મારો માર્ગ અંધકારથી ઢાંકી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઈશ્વરે મારો માર્ગ એવો બંધ કરી દીધો છે કે હું આગળ ચાલી શકતો નથી, તેમણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 દેવે મારો માર્ગ બંધ કરી દીધો છે. તેણે મારા રસ્તાઓને અંધકારથી ઢાંકી દીધા છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 19:8
16 Iomraidhean Croise  

કેમ કે અંધકાર [મારા પર આવ્યા] ને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.


જેનો માર્ગ ઘેરાઈ ગયો છે, તથા જેને ઈશ્વર સંકોચમાં લાવ્યા છે તેને [પ્રકાશ કેમ આપવામાં આવે છે] ?


હું શુભની આશા રાખતો હતો, પણ અશુભ આવી પડયું. હું અજવાળાની આશા રાખતો હતો, પણ અંધારું આવી પડયું.


તમે મારા ઓળખીતાને મારી પાસેથી દૂર કર્યા છે; તેઓ મારાથી કંટાળે, એવો તમે મને કર્યો છે. હું બંદીખાનામાં પડેલો છું, તેથી હું બરાબર નીકળી શકતો નથી.


દુષ્ટોનો માર્ગ અંધકારરૂપ છે; તેઓ શાથી ઠેસ ખાય છે, તે તેઓ જાણતા નથી.


તમારામાં યહોવાથી બીનાર કોણ છે? તે તેના સેવકનો શબ્દ સાંભળે; જે અંધકારમાં ચાલે છે, ને જેને કંઈ પ્રકાશ નથી, તેણે યહોવાના નામ પર ભરોસો રાખવો, અને પોતાના ઈશ્વર પર આધાર રાખવો.


તે માટે ઇનસાફ અમારાથી વેગળો રહે ચે, ને ન્યાયીપણું અમારી પાસે આવી પહોંચતું નથી. અમે અજવાળાની આશા રાખીએ છીએ, પણ જુઓ અંધકાર; તેજની આશા રાખીએ છીએ, પણ ઘોર અંધકારમાં ચાલીએ છીએ.


અંધકાર થાય તથા તમારા પગો અંધકારમય પર્વતો પર ઠોકર ખાય, અને તમે અજવાળાની રાહ જોતા હો, તેટલામાં તેને બદલે યહોવા મરણછાયા તથા ઘોર અંધકાર પેદા કરે, તે પહેલાં યહોવા તમારા ઈશ્વરને માન આપો.


તેથી અંધકારમાં અને સરકણાં ઠેકાણાંમાં થઈને તેઓનો માર્ગ થશે; ત્યાં તેઓને હડસેલી મૂકવામાં આવશે, તેમાં તેઓ પડશે; કેમ કે તેઓ પર હું વિપત્તિ, એટલે તેઓના શાસનનું વર્ષ લાવીશ” એવું યહોવા કહે છે.


તેમણે મારી આસપાસ પિત્તળના વિષનો તથા કષ્ટનો કોટ બાંધીને મને ઘેરી લીધો છે.


તેમણે મને વાડથિ ધેર્યો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે મારી બેડી ભારે કરી છે.


તેમણે ઘડેલા પથ્થરથી મારા માર્ગોને બંધ કર્યા છે, તેમણે મારા માર્ગો વાંકાચૂકા કર્યા છે.


એથી જો, હું તારો માર્ગ કંટાથી બંધ કરી દઈશ, ને હું તેની વિરુદ્ધ એવો કોટ કરીશ કે, તેને માર્ગે જડશે નહિ.


કેમ કે તે જાણતી નહોતી કે અનાજ, દ્રાક્ષારસ તથા તેલ હું તેને આપતો હતો, જે સોનુંરૂપું તેઓ બાલની સેવામાં વાપરતા હતા, તે તેના હાથમાં હું પુષ્કળ આપતો હતો.


ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”


અને તેઓએ યહોવાને પોકાર કર્યો, ત્યારે યહોવાએ તમારી તથા મિસરીઓની વચ્ચે અંધકાર કરી નાખ્યો, ને તેઓ પર સમુદ્ર લાવીને તેઓને તેમાં ડુબાવી દીધા. અને મેં મિસરમાં જે કંઈ કર્યું તે તો તમે તમારી આંખોએ જોયું છે. અને તમે અરણ્યમાં ઘણા દિવસ સુધી રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan