Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 19:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 જો તમારે મારી વિરુદ્ધ ગર્વ કરવો જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પણ તમે પોતાને મારા કરતાં ચડિયાતા સમજતા હો, અને મારી નામોશીને મારી વિરુદ્ધનો પુરાવો ગણતા હો,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જો તમારે મારી વિરુદ્ધ અભિમાન કરવું જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમારે ફકત તમારી જાતને મારી કરતા સારી દેખાડવી છે. તમે કહો છો કે મારી સમસ્યા એ મારો દોષ છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 19:5
16 Iomraidhean Croise  

તેઓએ મને કહ્યું, “બંદીવાસમાંથી જેઓ ત્યાં પ્રાંતમાં જીવતા રહેલા છે તેઓ મહા સંકટમાં તથા અધમ દશામાં પડેલા છે. યરુશાલેમનો કોટ પણ તોડી પાડવામાં આવેલો છે, અને તેના દરવાજા બાળી નાખવામાં આવેલા છે.”


જો મેં પાપ કર્યું જ હોય, તો મારી ભૂલ મારી પાસે રહી.


મારા નુકસાનમાં હર્ષ પામનારા સર્વ ફજેત થાઓ અને ઝંખવાણા પડો. મારી વિરુદ્ધ અહંકાર કરનારાઓની લાજ નષ્ટ થાઓ, તથા તેઓ અપમાન પામો.


કેમ કે મેં કહ્યું, “રખેને તેઓ મારા પર હરખાય”; મારો પગ લપસે છે ત્યારે તેઓ મારી સામે વડાઈ કરે છે.


મારો શત્રુ મારા પર જયજયકાર કરતો નથી, તેથી હું જાણું છું કે તમે મારા પર પ્રસન્ન છો.


કેમ કે મારા પર જે તહોમત મૂકનારો છે તે શત્રુ ન હતો; એ તો મારાથી સહન કરી શકાત. મારી વિરુદ્ધ વડાઈ કરનારો તે વૈરી ન હતો; એવાથી તો હું સંતાઈ રહી શકત.


પણ તે તું જ છે, તું જે મારા સરખા દરજ્જાનો પુરુષ, મારો ભાઈબંધ અને મારો દિલોજાન મિત્ર!


તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, “અમે અમારી પોતાની રોટલી ખાઈશું અને અમારાં પોતાનાં વસ્ત્ર પહેરીશું; માત્ર તારું નામ અમને આપ, અને અમારું અપમાન ટાળ.”


હે મારા શત્રુ, મારી દુર્દશામાં હર્ષ ન કર; જો હું પડી જાઉં, તોપણ હું પાછો ઊઠીશ; જો હું અંધારામાં બેસું, તોપણ યહોવા મને [ત્યાં] અજવાળારૂપ થશે.


તેઓના ગર્વને લીધે તેઓને એ [શિક્ષા] થશે, કેમ કે તેઓએ સૈન્યોના [ઈશ્વર] યહોવાની પ્રજાને મહેણાં માર્યાં છે, ને તેમની આગળ બડાઈ મારી છે.


યહોવા યહૂદિયાના તંબુઓને પણ પ્રથમ ઉગારશે, જેથી દાઉદના વંશજોનો વૈભવ તથા યરુશાલેમના રહેવાસીઓનો વૈભવ યહૂદિયાના કરતાં વધી ન જાય.


માણસોમાં મારું મહેણું ટાળવા માટે મારા પર પ્રભુએ પોતાની [કૃપા] દષ્ટિ કરવાના સમયમાં મને આવું કર્યું છે.”


તેમના શિષ્યોએ તેમને પૂછયું, “રાબ્બી, જે પાપને લીધે એ માણસ આંધળો જનમ્યો, તે [પાપ] કોણે કર્યું? એણે કે એનાં માતાપિતાએ?”


તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે, અને શું તું અમને બોધ કરે છે?” પછી તેઓએ તેને કાઢી મૂક્યો.


યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું માટે તેને ખીજવવા માટે તેની શોક તેની બહુ ચીડવતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan