Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 19:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે, અને મારા ઓળખીતાઓ મારાથી છેક અજાણ્યા થઈ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેમણે મારા ભાઈભાંડુને મારાથી દૂર કર્યા છે. મારા પરિચિતોથી હું છેક અપરિચિત થઈ ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે; મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “તેમણે મને મારા ભાઇઓ અને સાથીઓથી વિખૂટો પાડ્યો છે. હું બધાય સ્વજનોમાં અજાણ્યા જેવો લાગું છું.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 19:13
20 Iomraidhean Croise  

મારા મિત્રો મારો તિરસ્કાર કરે છે; પણ મારી આંખ ઈશ્વર આગળ આંસુઓ રેડે છે;


હવે તેમણે મને વ્યાકુળ કર્યો છે; મારો બધો સંગાથ તેં ઉજ્જડ કર્યો છે.


તે વખતે તેના સર્વ ભાઈઓ, તેની સર્વ બહેનો, તથા આગળના તેના સર્વ ઓળખીતાઓએ આવીને તેને ઘેર તેની સાથે ભોજન કર્યું. અને જે બધી વિપત્તિ ઈશ્વર તેના ઉપર લાવ્યા હતા તેને લીધે તેઓએ તેને માટે શોક કરીને તેને દિલાસો આપ્યો. વળી દરેક માણસે તેને નાણાનો એકેક સિક્કો તથા દરેક જણે સોનાની એકેક વીંટી આપી.


મારા ભાઈઓ નાળાની માફક ઠગાઈથી વર્ત્યા છે, એટલે લોપ થઈ જતા વહેળા કે,


પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા; તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ભોંઠા પડયા.


મારા સર્વ વેરીઓ મને મહેણાં મારે છે, હા, મારા પડોશીઓ તો મને અતિશય [મહેણાં મારે છે] , અને મારા ઓળખીતાઓને મારું ભય લાગે છે. જેઓ મને બહાર જુએ છે તેઓ મને જોઈને નાસી જાય છે.


સ્મરણમાંથી લોપ થયેલા મરેલાની માફક તેઓ મને ભૂલી જાય છે. હું ફૂટેલા વાસણ જેવો છું.


મારા સ્નેહીઓ તથા મારા મિત્રો મારા દરદને લીધે દૂર થઈ ગયા છે; અને મારાં સગાં દૂર રહે છે.


જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે; અને જેઓ મને ઉપદ્રવ કરવા મથે છે તેઓ હાનિકારક વાતો બોલે છે, અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.


હા, મારો ખાસ મિત્ર, જેનો મને ભરોસો હતો, જે મારી રોટલી ખાતો હતો, તેણે મારી સામે લાત ઉગામી છે.


નિંદાએ મને હ્રદયભંગ કર્યો છે, અને હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ કોઈ જડ્યો નહિ; દિલાસો આપનારની રાહ જોઈ, પણ કોઈ મળ્યો નહિ.


હું મારા ભાઈઓને પારકા જેવો, અને મારી માના પુત્રોને પરદેશી જેવો થયો છું.


કેમ કે તમારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે; અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.


મારા પ્રિય જનોને તથા મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે, મારા ઓળખીતાઓમાં હવે તો અંધકાર જ [રહ્યો છે].


તમે મારા ઓળખીતાને મારી પાસેથી દૂર કર્યા છે; તેઓ મારાથી કંટાળે, એવો તમે મને કર્યો છે. હું બંદીખાનામાં પડેલો છું, તેથી હું બરાબર નીકળી શકતો નથી.


મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેઓએ મને દગો દીધો! મારા યાજકો તથા મારા વડીલો પોતાના પ્રાણ બચાવવા માટે અન્‍નને માટે ફાંફાં મારતા હતા, એટલામાં તેઓએ નગરમાં પ્રાણ છોડ્યા.


તે રાત્રે બહુ રડે છે, તેના ગાલો પર આંસુની ધારા વહે છે. તેના આશકોમાંથી તેને દિલાસો આપનાર કોઈ નથી. તેના સર્વ મિત્રોએ તેને દગો દીધો છે, તેઓ તેના શત્રુ થયા છે!


પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


મારા પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઈ રહ્યું નહોતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા. [પ્રભુ] એ તેઓને લેખે ન ગણે.


Lean sinn:

Sanasan


Sanasan