Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 18:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે, તે ફાંદા પર ચાલે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેના પોતાના જ પગ તેને જાળમાં સપડાવશે, અને તે જાતે જ ફાંદામાં પડશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેના પોતાના પગોએ તેને જાળમાં નાખ્યો છે; તે જાળમાં ગૂંચવાયા કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તે ફાસલામાં ચાલે છે; તેના પગ એમાં ફસાઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 18:8
18 Iomraidhean Croise  

જો રાજાની મરજી હોય તો તેઓનો નાશ કરવાનું ફરમાન બહાર પાડવું જોઈએ. અને રાજાના ખજાનચીઓના હાથમાં હું દશ હજાર તાલંત રૂપું રાજાના ભંડારમાં લઈ જવા માટે આપીશ.”


અને પોતા પર જે વીત્યું હતું, તે હામાને પોતાની પત્ની ઝેરેશને તથા પોતાના સર્વ મિત્રોને કહી સંભળાવ્યું, ત્યારે તેના મિત્રમંડળે તથા તેની પત્ની ઝેરેશે તેને કહ્યું, “મોર્દખાય કે, જેની આગળ તમારી પડતી થવા લાગી છે, તે જો યહૂદીઓના વંશનો હોય, તો તેની વિરુદ્ધ તમારું કંઈ ચાલવાનું નથી, પણ તેની આગળ નિશ્ચે તમારી પડતી થશે.”


એમ જે ફાંસી હામાને મોર્દખાયને માટે તૈયાર કરી હતી, તેના પર તેઓએ હામાનને જ ફાંસી આપી. ત્યાર પછી રાજાનો ક્રોધ શમી ગયો.


ત્યારે અહાશ્વેરોશ રાજાએ એસ્તેર રાણીને પૂછ્યું, “જેણે પોતાના મનમાં એ પ્રમાણે કરવા હિમ્મત ધરી છે, તે કોણ છે અને તે ક્યાં‌ છે?”


પાશ તેની એડી પકડી લેશે, અને ફાંદો એને ફસાવશે.


તો હવે સમજી લો કે ઈશ્ચરે મને ઉથલાવી પાડયો છે, અને તેમણે પોતાની જાળથી મને ઘેરી લીધો છે.


તે માટે તારી આસપાસ જાળ પથરાયેલી છે, અને અચાનક ભય,


તેઓની જમીનનો પાક ભૂખ્યા માણસો ખાઈ જાય છે, અને વળી કાંટામાંથી પણ તેઓ તે લઈ જાય છે, તેઓનું દ્રવ્ય લોભીઓ ખાઈ જાય છે.


તેના પર ઓચિંતો સંહાર આવી પડો; અને તેના સંતાડેલા ફાંદામાં તે પોતે સપડાઈ જાઓ; તેમાં પડીને તેનો સંહાર થાઓ.


પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા પાશમાં તેઓના પોતાના પગ સપડાયા છે.


દુષ્ટ માણસના અપરાધમાં ફાંદો છે; પણ નેક માણસ ગાય છે અને આનંદ કરે છે.


દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.


હે જગતના વાસી, ભય, ખાડો તથા ફાંસલો તારા પર આવી પડયાં છે.


વળી એમ થશે કે જે ભયના અવાજથી નાસશે તે ખાડામાં પડશે; જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંસલામાં પકડાશે; કેમ કે આકાશની બારીઓ ઉઘડેલી છે, અને પૃથ્વીના પાયા હાલે છે.


પ્રભુ યહોવા કહે છે કે, હું ઘણી પ્રજાઓના સમૂહરૂપી મારી જાળ તારા પર પ્રસારીશ. અને તેઓ તને મારી જાળમાં [પકડી] બહાર ખેંચી લાવશે.


વળી તે નિંદાપાત્ર ન થાય, તથા શેતાનના ફાંદામાં ન ફસાય, માટે બહારના માણસોમાં એની શાખ સારી હોવાની જરૂર છે.


પણ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે કે, જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.


અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે, અને તેમાંથી છૂટીને તેઓ પ્રભુની ઇચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય.


Lean sinn:

Sanasan


Sanasan