Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 18:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેનાં પગલાં મંદ પડી જશે, અને તે પોતે પોતાના તરકટનો ભોગ થઈ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેનાં ધમધમતાં પગલાં ધીમાં પડી જશે, તે પોતાની જ કુયુક્તિઓમાં ફસાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેનાં પગલાં મંદ પડી જશે. તેની પોતાની યોજનાઓ તેને નીચે પાડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેનાં મજબૂત પગલાં નબળાં પડી જશે. તેની અનિષ્ટ ઇચ્છાઓ તેને નીચે પાડશે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 18:7
15 Iomraidhean Croise  

કોઈએ દાઉદને કહ્યું, “અહિથોફેલ આબ્શાલોમ સાથેના બંડખોર લોકોમાં છે.” દાઉદે કહ્યું, “હે યહોવા કૃપા કરીને અહિથોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો.”


આબ્શાલોમે તથા ઇઝરાયલના સર્વ માણસોએ કહ્યું, “હુશાય આર્કીની સલાહ અહિથોફેલની સલાહ કરતાં વિશેષ સારી છે.” કેમ કે યહોવા આબ્શાલોમ પર આપત્તિ લાવે એ માટે યહોવાએ અહિથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું.


અરામના રાજાનું મન એ વાતને લીધે બહુ ગભરાયું. અને તેણે પોતાના ચાકરોને બોલાવીને તેમને પૂછ્યું, “આપણામાંથી ઇઝરાયલના રાજાના પક્ષનો કોણ છે, એ તમે મને નહિ બતાવો?”


તારું પોતાનું જ મોં તને દોષપાત્ર ઠરાવે છે, અને હું [ઠરાવતો] નથી; હા, તારા પોતાના હોઠ તારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે.


તેની સંપત્તિ પુષ્કળ હોવા છતાં તે તંગીમાં આવી પડશે; પ્રત્યેક દુ:ખી જનનો હાથ તેની વિરુદ્ધ થશે.


તે તને સંકટમાંથી [કાઢીને] સંકડાશ વગરની બહોળી જગામાં દોરી જાત; અને તારી મેજ પર પીરસેલું મિષ્ટાન્ન પુષ્કળ હોત.


તમે મારી ચાલવાની જગા ખુલ્લી કરી છે, જેથી મારા પગ સરકી ગયા નથી.


યહોવા વિદેશીઓની મસલત વ્યર્થ કરે છે; તે પ્રજાઓની ધારણા નિરર્થક કરે છે.


યથાર્થીની નેકી તેનો માર્ગ સીધો કરે છે; પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે.


દુષ્ટ માણસના અપરાધમાં ફાંદો છે; પણ નેક માણસ ગાય છે અને આનંદ કરે છે.


તું ચાલશે ત્યારે તારાં પગલાં સંકોચ પામશે નહિ; અને તું દોડશે ત્યારે તને ઠોકર વાગશે નહિ.


વળી યારેબ રાજાને માટે બક્ષિસ તરીકે વાછરડાને આશૂરમાં લઈ જવામાં આવશે; એફ્રાઈમ લજ્જા પામશે, ને ઇઝરાયલ પોતાની જ સલાહને લીધે લજ્જિત થશે.


કેમ કે આ જગતનું ન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે, “તે જ્ઞાનીઓને તેઓની પક્કાઈમાં સપડાવે છે;”


Lean sinn:

Sanasan


Sanasan