Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 18:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ચારેબાજુ તેને ત્રાસ ગભરાવશે, અને તેનો પીછો કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 આતંકો તેને ચોમેરથી ડરાવે છે, અને તેનાં પગલાંનો પીછો કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ચારેકોર ભય તેને ગભરાવશે; તે તેની પાછળ પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 એની ચારેકોર ભય તેની પર ત્રાટકવા ટાંપી રહ્યાં છે. દરેક પગલું તેની પાછળ તે ભરે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 18:11
22 Iomraidhean Croise  

તેના કાનમાં ભયના ભણકારા વાગે છે. આબાદાનીને સમયે લૂંટનાર તેના પર આવી પડશે.


જમીનમાં તેને માટે ફાંસલો, અને માર્ગમાં તેને ફસાવવાને માટે ખાડો ખોદાયેલો છે.


અજવાળામાંથી અંધકારમાં તેને હાંકી કાઢવામાં આવશે, અને દુનિયામાંથી તેને નસાડી મૂકવામાં આવશે.


તે તેને ખેંચી કાઢે છે, ત્યારે તે તેના પેટમાંથી નીકળે છે. તેની ચળકતી આણી તેના પિત્તાશયમાંથી નીકળે છે. તેના ઉપર ત્રાસ આવી પડયો છે.


તે સ્વપ્નની જેમ ઊડી જશે, અને તેનો પત્તો પણ લાગશે નહિ; રાતના સંદર્શનની માફક તે લોપ થઈ જશે.


તે માટે તારી આસપાસ જાળ પથરાયેલી છે, અને અચાનક ભય,


રેલની જેમ ત્રાસ તેને પકડી પાડે છે; રાત્રે તોફાન તેને ચોરી લઈ જાય છે.


કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા અભ્યંતરમાં વાગે છે, અને તેનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.


જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા.


તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ઘાકથી છેક નાશ પામેલા છે.


કોઈ માણસ પાછળ પડ્યું ન હોય તો પણ દુષ્ટ નાસી જાય છે; પણ નેકીવાનો સિંહના જેવા હિમ્‍મતવાન હોય છે.


તે જેટલી વાર આરપાર જાય તેટલી વાર તે તેમને પકડશે; કેમ કે દર સવારે, રાતદિવસ તે આરપાર જશે; અને આ સંદેશાનું ભાન તમને ભયંકર લાગશે.


મેં તેઓને ગભરાયેલા તથા પાછા હઠેલા જોયા એ કેમ? તેઓના શૂરવીરો હારી ગયા છે, તેઓ ઝડપથી નાઠા છે ને પાછું ફરી જોતા નથી; ચારે તરફ ભય છે, એવું યહોવા કહે છે.


તેઓ તેઓના તંબુઓ તથા તેઓનાં ટોળાંને લઈ જશે. તેઓની કનાતોને, તથા તેઓના સર્વ સરસામાનને તથા તેઓનાં ઊંટોને તેઓ પોતાને માટે લઈ જશે. અને તેઓ તેઓને પોકારીને કહેશે, ‘ચારે તરફ ભય છે.’


બહાર ખેતરોમાં ન જાઓ, માર્ગમાં ન ચાલો; કેમ કે ચારે તરફ વૈરીની તરવાર અને ભય જણાય છે.


ત્યારે બેલ્શાસ્સાર રાજા ઘણો ગભરાયો, ને તેનો ચહેરો ઊતરી ગયો, ને તેના અમીરઉમરાવો ગૂંચવણમાં પડ્યા.


અને તમારામાંના જે બાકી રહ્યા હશે તેઓનાં હ્રદયમાં હું તેઓના શત્રુઓના દેશો મધ્યે ભય ઘાલીશ. અને પાંદડું હાલવાના અવાજથી તેઓ નાસશે. અને જેમ તરવાર આગળથી કોઈ નાસે, તેમ તેઓ નાસશે.


માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે ઈશ્વરને પ્રગટ થયેલા છીએ. અને તમારાં અંત:કરણોમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું.


શાઉલે પલિસ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બીધો, તેનું હૈયું બહુ થરથરવા લાગ્યું.


Lean sinn:

Sanasan


Sanasan