Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 17:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 સદાચારી માણસો એથી વિસ્મય પામશે. અને નિર્દોષ જનો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પ્રામાણિકજનો એ જોઈને આઘાત પામે છે, અને નિર્દોષ લોકો અધર્મીઓ પ્રત્યે ઉશ્કેરાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ન્યાયી લોકો આને લીધે વિસ્મય પામશે; નિર્દોષ લોકો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 ન્યાયી લોકો આને લીધે ઉદ્વિગ્ન છે. નિર્દોષ લોકો જેઓ દેવની કાળજી કરતાં નથી તેને લીધે વ્યથિત છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 17:8
10 Iomraidhean Croise  

એ વાત મેં સાંભળી ત્યારે મેં મારાં વસ્ત્ર તથા મારિ ઝબ્બો ફાડીને મારા માથાના તથા મારી દાઢીના વાળ ફાંસી નાખ્યા, ને સ્તબ્ધ થઈને હું નીચે બેઠો.


ન્યાયીઓ તે જોઈને હરખાય છે. અને નિર્દોષો તુચ્છકારસહિત તેમની હાંસી કરે છે;


આથી જ અધર્મી માણસ રાજ ન કરી શકે, અને લોકોને ફાંદામાં નાખનાર કોઈ ટકી શકે નહિ.


ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ, અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ.


કેમ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી.


જો ગરીબો પર [થતા] જુલમને તથા દેશમાં ઇનસાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી આશ્ચર્ય ન પામ; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે; અને તેઓ કરતાં એક ઊંચો છે.


તમારી આંખો એવી પવિત્ર છે કે તમે દુષ્ટતાને જોઈ શકતા નથી, ને ભ્રષ્ટતા પર નજર કરી શકતા નથી. તમે એવા છતાં કપટીઓને કેમ જોઈ ખમો છો, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તમે કેમ છાના રહો છો?


ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું, “ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો, અને અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ.


આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ઠરાવો કેવા ગૂઢ, ને તેમના માર્ગો કેવા અગમ્ય છે!


Lean sinn:

Sanasan


Sanasan