Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 16:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેમના ધનુર્ધારીઓએ મને ચારે તરફ ઘેરી લીધો છે, તે મારું હ્રદય ફાડી નાખે છે, ને દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેમના તીરંદાજો મને ઘેરી વળ્યા છે; તે મારા કાળજાને વીંધી નાખે છે, અને દયા દાખવતા નથી; તે મારું પિત્ત ભૂમિ પર રેડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેમના ધનુર્ધારીઓએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે; તે મારું હૃદય ફાડી નાખે છે અને તે દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 દેવના ધનુર્ધારી માણસોએ મને ઘેરી લીધો છે. તેઓ મારુ હૃદય ફાડી નાખે છે. તે દયા દાખવતા નથી. તે મારુ પિત્ત જમીન પર ઢોળે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 16:13
16 Iomraidhean Croise  

તીરંદાજોએ તેને બહુ દુ:ખ દીધું, ને તેના પર તીર ફેંકયાં, ને તેને સતાવ્યો;


તેમની પલટણો ભેગી થઈને આવે છે, તે મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે, અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.


તેને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેને જોશે, બીજાની નહિ. મારું હ્રદય નિર્બળ થાય છે.


તે તેને ખેંચી કાઢે છે, ત્યારે તે તેના પેટમાંથી નીકળે છે. તેની ચળકતી આણી તેના પિત્તાશયમાંથી નીકળે છે. તેના ઉપર ત્રાસ આવી પડયો છે.


શું તેમનાં સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી ઊગતું?


ત્યારે તો હજીયે મને દિલાસો થાય; હા, એવા અસહ્ય દુ:ખોમાંયે હું આનંદ માનું; કેમ કે મેં પવિત્ર [ઈશ્વર] નાં વચનોની અવગણના કરી નથી.


કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા અભ્યંતરમાં વાગે છે, અને તેનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.


આંસુ પાડી પાડીને મારી આંખોનું તેજ ઘટી ગયું છે. મારી આંતરડી કકળે છે. મારા લોકની દીકરીના ત્રાસને લીધે મારું કાળજું બળે છે; કેમ કે છોકરાં તથા ધાવણાં બાળકો નગરના મહોલ્‍લાઓમાં મૂર્ચ્છિત થાય છે.


શત્રુની જેમ યહોવાએ પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે, ને જાણે સામાવાળા હોય તેમ તે પોતાનો જમણો હાથ ઉગામીને ઊભા રહ્યા છે, ને જે બધાં દેખાવમાં સુંદર હતાં, તેમનો તેમણે નાશ કર્યો છે. સિયોનની દીકરીના મંડપમાં યહોવાએ પોતાનો કોપ અગ્નિની જેમ રેડ્યો છે.


તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે, ને મને ફાડી નાખ્યો છે. તેમણે મને નિરાધાર કર્યો છે.


તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંત:કરણમાં ખોસ્યા છે.


એ માટે પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે, “તારી સર્વ ધિક્કારપાત્ર વસ્તુઓથી, ને તારા સર્વ તિરસ્કારપાત્ર કૃત્યોથી તેં મારું પવિત્રસ્થાન ભ્રષ્ટ કર્યું છે, તે કારણથી હું પણ નિશ્ચે તેન કાપી નાખીશ; અને હું ખામોશી રાખીશ નહિ. ને હું કંઈ પણ દયા બતાવીશ નહિ.


જેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બંધુએ કેમ નહિ આપશે?


યહોવા તેને માફ નહિ કરે, પણ યહોવાનો કોપ તથા તેમનો જુસ્‍સો તે માણસ પર તપી ઊઠશે, અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે, ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે.


તેમ જ [ઈશ્વરે] પુરાતન જગતને પણ છોડયું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan