Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 16:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો. હા, તેમણે મને ગરદનેથી પકડીને અફાળી ચૂરો કર્યો છે. તેમણે મારા પર પોતાનું નિશાન તાકી રાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 હું તો સુખચેનમાં હતો પણ તેમણે મારા ભૂક્કા બોલાવી દીધા છે; મારી ગરદનેથી પકડીને મને પછાડયો છે; હવે તેમણે મને તાકવાનું લક્ષ્ય બનાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનથી પકડ્યો અને મારા ટુકડેટટુકડા કરી નાખ્યા. તેમણે મારા પર નિશાન તાકી રાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હું સુખચેનમાં હતો, ત્યારે તેણે મને કચડી નાખ્યો; હા, તેમણે મને ગરદનમાંથી પકડ્યો અને મારા ટૂકડેટૂકડા કરી નાખ્યા. દેવે મારો નિશાન તરીકે ઉપયોગ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 16:12
19 Iomraidhean Croise  

અને તે ગરદન [અક્કડ] રાખીને તેની ઢાલના જાડા ગોખરુ ઉપર ધસી પડે છે;


ઈશ્વર મને અધર્મીઓને હવાલે સોંપી દે છે, અને મને દુષ્ટોના હાથમાં ફેંકી દે છે.


કેમ કે ઈશ્ચરે મારું હ્રદય નિર્ગત કર્યું છે, અને સર્વશક્તિમાને મને ગભરાવ્યો છે;


ત્યારે તો તેમનો દીવો મારા માથા પર પ્રકાશતો હતો, અને તેમના અજવાળાથી હું અંધકારમાં થઈને ચાલતો હતો.


મને સુખ નથી, મને ચેન નથી, અને મને વિશ્રાંતિ પણ નથી. પણ વેદના આવી પડયા કરે છે.”


સિંહની ગર્જના, અને વિકરાળ સિંહનો અવાજ, અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે,


કેમ કે સર્વશક્તિમાનનાં બાણ મારા અભ્યંતરમાં વાગે છે, અને તેનું વિષ મારો આત્મા ચૂસી લે છે; ઈશ્વરનો ત્રાસ મારી સામે લડવા ઊભો છે.


શું હું સમુદ્ર છું કે મગરમચ્છ છું કે, તું મારા પર પહેરો મૂકે?


જો મેં પાપ કર્યું હોય તો, હે મનુષ્યપ્રતિપાળક, હું તમને શું નડું છું? તમારે મારવાના નિશાન તરીકે તમે મને શા માટે બેસાડી રાખ્યો છે? તેથી હું પોતાને ભારરૂપ થયો છું.


કેમ કે તે તોફાન વડે મારા ચૂરેચૂરા કરે છે, અને વિનાકારણ મારા ઘા વધારે છે.


તો પણ તમે શિયાળવાંની જગામાં અમને કચડ્યા છે, ને મોતની છાયાથી અમને ઢાંકી નાખ્યા છે.


તે ખરેખર આખો દિવસ મારી વિરુદ્ધ વારંવાર પોતાનો હાથ ફેરવે છે.


તેમણે મારું માંસ તથા મારી ચામડી જીર્ણ કરી નાખ્યા છે. તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે;


તેઓએ તને હાથમાં પકડ્યો ત્યારે તું ભાંગી ગયો, અને તેં સર્વના ખભા ચીરી નાખ્યા. તેઓએ તારા પર ટેકો દીધો ત્યારે તું ભાંગી ગયો, ને તેં સર્વની કમરો ઢીલી કરી નાખી.


અને આ પથ્થર પર જે કોઈ પડશે, તેના ટુકડેટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે, તેનો ભૂકો તે કરી નાખશે.”


તેઓએ મારા જીવને માટે પોતાની ગરદનો ધરી છે. તેઓનો આભાર એકલો હું જ નહિ, પણ વિદેશીઓમાંની સર્વ મંડળીઓ પણ માને છે.


Lean sinn:

Sanasan


Sanasan