Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 16:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ઈશ્વર મને અધર્મીઓને હવાલે સોંપી દે છે, અને મને દુષ્ટોના હાથમાં ફેંકી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ઈશ્વરે મને અધર્મીઓને હવાલે કરી દીધો છે, અને દુષ્ટોના હાથમાં સોંપી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઈશ્વર મને અધર્મીઓને સોંપી દે છે; અને મને દુર્જનોના હાથમાં ફેંકી દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 દેવે મને દુષ્ટ લોકોને સોંપી દીધો છે; તેણે દુષ્ટ લોકોને મને ઇજા પહોંચાડવાની મંજૂરી આપી છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 16:11
17 Iomraidhean Croise  

જુલમ કરવો તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોની યોજના પર પ્રસન્નતા દેખાડવી, એ શું તમને શોભે?


તેઓએ મારી વિરુદ્ધ પોતાનું મોં પહોળું કર્યું છે; મહેણાં મારીને તેઓએ મારા ગાલ પર તમાચા માર્યા છે; તેઓ મારી વિરુદ્ધ એકત્ર થાય છે.


હું સુખચેનમાં હતો, ત્યારે તેમણે મને કચડી નાખ્યો. હા, તેમણે મને ગરદનેથી પકડીને અફાળી ચૂરો કર્યો છે. તેમણે મારા પર પોતાનું નિશાન તાકી રાખ્યું છે.


તમે ઈશ્વરની જેમ મને કેમ સતાવો છો, અને મારું લોહી પીવા છતાં તમે કેમ ધરાતા નથી?


તો હવે સમજી લો કે ઈશ્ચરે મને ઉથલાવી પાડયો છે, અને તેમણે પોતાની જાળથી મને ઘેરી લીધો છે.


પછી યહોવાની હજૂરમાંથી નીકળીને શેતાને અયૂબના [શરીરમાં તેના] પગના તળિયાથી તે તેના [માથાની] તાલકી સુધી ગૂંમડાનું દુ:ખદાયક દરદ ઉત્પન્ન કર્યું.


“ઈશ્વરે મારો હક ડુબાવ્યો છે; સર્વશક્તિમાને મારા આત્માને સતાવ્યો છે, તેમના સોગન [ખાઈને હું કહું છું] કે,


શું તું મારો ઠરાવ પણ રદ કરશે? તું ન્યાયી ઠરે, માટે તું મને દોષિત ઠરાવશે?


પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે; તે તેમના ન્યાયાધીશોનાં મોઢાં પર ઢાંકપિછોડો કરે છે; જો [તે કૃત્ય એમનું] ન હોય, તો બીજો કોણ એવું કરે?


મને મારા વેરીઓની ઇચ્છાને સ્વાધીન ન કરો, કેમ કે જૂઠા સાક્ષીઓ તથા જુલમના ફૂંફાડા મારનારા મારી વિરુદ્ધ ઊઠયા છે.


અને તમે શત્રુઓના હાથમાં મને કેદ થવા દીધો નથી; તમે વિશાળ જગા પર મારા પગ સ્થિર કર્યા છે.


તે ભૂંડાઈથી કષ્ટાય છે; હા, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે, અને જૂઠને જન્મ આપ્યો છે.


ત્યારે તેણે તેમને વધસ્તંભે જડવાને તેઓના હાથમાં સોંપ્યા. તેથી તેઓ ઈસુને પકડીને લઈ ગયા.


કેમ કે ઈશ્વર બધા ઉપર દયા કરે, એ માટે તેમણે બધાને અવિશ્વાસને આધીન ઠરાવ્યા છે.


વળી એ પ્રકટીકરણોની અત્યંત મહત્તાને લીધે હું અતિશય વડાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા માટે શેતાનના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો કે, જેથી હું અતિશય વડાઈ ન કરું.


તું મારી સાથે કેવી રીતે વર્ત્યો છે તે તેં આજે જાહેર કર્યું છે, કેમ કે જ્યારે યહોવાએ મને તારા હાથમાં સોંપ્યો હતો, ત્યારે તેં મને મારી નાખ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan