Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 15:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એથી તું તારું મન ઈશ્વરની વિરુદ્ધ કરે છે, અને તેવા શબ્દો પોતાના મુખમાંથી નીકળવા દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તું ઈશ્વર વિરુદ્ધ ગુસ્સે થાય છે, અને તારા મુખમાંથી નિંદાકારક શબ્દો નીકળે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેથી તું તારું હૃદય ઈશ્વરની વિરુદ્ધ કરે છે. અને શા માટે એવા શબ્દો તારા મુખમાંથી નીકળવા દે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તું તારો ગુસ્સો દેવની ઉપર કેમ ઠાલવો છો? તમે શા માટે આમ બોલો છો?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 15:13
16 Iomraidhean Croise  

પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહિ. માટે કાઈનને બહુ રોષ ચઢયો, ને તેનું મોં ઊતરી ગયું.


તે હજી તો તેમની સાથે વાત કરતો હતો, એટલામાં જુઓ, સંદેશિયો તેની પાસે આવી પહોંચ્યો, અને તેણે કહ્યું, “જુઓ, આ આપત્તિ તો યહોવા તરફથી છે; યહોવાની વાટ હું હવે પછી શા માટે જોઉં?"


જુલમ કરવો તથા તમારા હાથોના કામને તુચ્છ ગણવું અને દુષ્ટોની યોજના પર પ્રસન્નતા દેખાડવી, એ શું તમને શોભે?


લૂંટારાઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને રોષ ચઢાવનારાઓ સહીસલામત હોય છે; અને તેઓનું બાહુબળ તે જ તેમનો ઈશ્વર છે.


તરું મન તને કેમ ભમાવે છે? અને તારી આંખો કેમ મીંચામણાં કરે છે?


માણસ કોણ માત્ર છે કે તે નિષ્કલંક હોય? અને સ્ત્રીજન્ય [એવો કોણ છે] કે તે નેક હોય?


[એ] તો જ્ઞાની તથા સામર્થ્યવાન [છે] ; તેમની સામો થઈને કોણ આબાદાની પામ્યો છે?


તો ભૂંડું [બોલવા] થી તારી જીભને, અને કપટથી તારા હોઠને સંભાળ.


માણસની મૂર્ખાઈ તેના માર્ગને ઊંધો વાળે છે; અને તેનું હ્રદય યહોવા વિરુદ્ધ ચિડાય છે.


જીવતો માણસ શા માટે બડબડ કરે છે, પોતાનાં પાપની સજા થવાથી તે કેમ કચકચ કરે?


તેમ છતાં તમે કહો છો કે, પ્રભુનો વ્યવહાર અદલ નથી. હે ઇઝરાયલ લોકો, હવે સાંભળો:શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો વિપરીત નથી શું?


યહોવા કહે છે, “તમે મારી વિરુદ્ધ કઠણ શબ્દો બોલતા આવ્યા છો. તેમ છતાં તમે પૂછો છો, ‘શી બાબતમાં અમે તમારી વિરુદ્ધ બોલ્યા છીએ?’


જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે.


Lean sinn:

Sanasan


Sanasan