Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 14:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે જો ઝાડ કાપી નાખવામાં આવે તો તે ફરી ફૂટશે એવી આશા રહે છે, અને તેની કુમળી ડાળીનો અંત આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 વૃક્ષને માટે તો આશા હોય છે; જો તેને કાપી નાખવામાં આવે તો તે ફરીથી ફૂટશે, અને તેને કુમળી ડાળીઓ આવવાનું ચાલુ રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઝાડને માટે પણ આશા છે; જો કે તે કપાઈ ગયું હોય, પણ તે પાછું ફૂટી શકે છે, અને તેની કુમળી ડાળીઓનો અંત આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય; તે પાછું વિકાસ પામી શકે છે અને તેને નવાં અંકુર ફૂટી શકે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 14:7
10 Iomraidhean Croise  

શું મરેલો માણસ સજીવન થાય? મારો છૂટકો થાય ત્યાં સુધી હું મારા યુદ્ધના સર્વ દિવસો પર્યત વાટ જોવત.


તો તમારી નજર તેના પરથી ઉઠાવી લો, જેથી મજૂરની જેમ તે પોતાનો રોજ પૂરો ભરે ત્યાં સુધી તેને નિરાંત રહે.


જો કે તેનું મૂળ જમીનમાં જૂનું થાય અને તેનું થડ જમીનમાં સુકાઈ જાય,


તેમણે ચારે તરફ મને તોડી પાડયો છે, અને મારું આવી બન્યું છે. તેમણે ઝાડની જેમ મારી આશા જડમૂળથી ઉખેડી નાખી છે.


યિશાઈના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, ને તેની જડમાંથી ઊગતી એક ડાળીને ફળ આવશે.


ભવિષ્યમાં યાકૂબની જડ બાઝશે, ઇઝરાયલને ફૂલ તથા કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીનું પુષ્ઠ ભરપૂર કરશે.”


તે છતાં જો તેમાં દશાંશ રહે, તો તે ફરીથી બાળવામાં આવશે; એલાહવૃક્ષ તથા એલોનવૃક્ષ પાડી નાખવામાં આવ્યા પછી ઠૂંઠું રહે છે, તે પ્રમાણે પવિત્ર બીજ ઠૂંઠા જેવું છે.”


તેનાં પાંદડાં સુંદર હતાં, તેને ઘણાં ફળ લાગ્યાં હતાં, તેને ઘણાં ફળ લાગ્યાં હતાં, ને ખેચર પક્ષીઓ તેની ડાળીઓમાં વસતાં હતાં, ને સર્વનું તેથી પોષણ થતું હતું.


તોપણ તેનું ઠૂંઠું જમીનમાં, વનના કુમળા ઘાસમાં લોઢાના તથા પિત્તળના બંધથી [બાંધીને] રહેવા દો. તેને આકાશના ઝાકળથી પલળવા દો, ને પશુઓ સાથે પૃથ્વી પરના ઘાસમાંથી તેને હિસ્સો મળે.


Lean sinn:

Sanasan


Sanasan