Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 13:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ તમે જૂઠી વાતો જોડી કાઢનારા છો, તમે બધા ઊંટવૈદ છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પણ તમે જુઠાણાંને ઓપ ચડાવો છો. તમે બધા જ ઊંટવૈદ જેવા છો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પણ તમે સત્યને જૂઠાણાથી છુપાવવાની કોશિશ કરો છો; તમે બધા ઊંટવૈદ જેવા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે ત્રણ જણા તમારી અજ્ઞાનતાને જૂઠાણાથી છૂપાવવાની કોશિશ કરો છો. તમે બધાં ઊંટવૈદ જેવા છો. જે કોઇને સાજા કરી શકતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 13:4
23 Iomraidhean Croise  

ત્યારે મેં તેને કહેવડાવી મોકલ્યું, “જેમ તું કહે છે તે‍ પ્રમાણે તો કંઈ થતું નથી, એ તો તારા પોતાના મનની કલ્પના જ છે.”


“મેં એવી ઘણી વાતો સાંભળી છે. તમે સર્વ કંટાળો ઊપજે એવો દિલાસો આપનારા છો.


જુઓ, તમે બધાએ જાતે તે જોયું છે; તો શા માટે તમે બકવાદ કરો છો?”


મારા ભાઈઓ નાળાની માફક ઠગાઈથી વર્ત્યા છે, એટલે લોપ થઈ જતા વહેળા કે,


પણ આશા નિષ્ફળ જવાથી તેઓ લજ્જિત થયા; તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ભોંઠા પડયા.


કેમ કે હવે તમે એવા જ છો; મારી ભયંકર દશા જોઈને તમે બીહો છો!


ગર્વિષ્ઠોએ મારા પર આળ મૂક્યું છે; પણ હું મારા ખરા હ્રદયથી તમારાં શાસનો પાળીશ.


તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર.


યહોવા કહે છે, જુઓ, જેઓ ખોટાં સ્વપ્નો પ્રગટ કરીને બોલે છે, ને પોતાની જૂઠી વાતોથી તથા ખાલી બડાઈ મારીને મારા લોકોને ભમાવે છે, તેઓની વિરુદ્ધ હું છું; મેં તેઓને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા પણ આપી નથી; તેઓ આ લોકોને જરા પણ હિતકારક થશે નહિ, એવું યહોવા કહે છે.


કોઈ તારો પક્ષ કરીને બોલતો નથી. તારી પાસે અકસીર મલમ નથી કે, જે લગાડીને પાટો બાંધવામાં આવે.


હે મિસરની કુંવારી દીકરી, તું ગિલ્યાદ પર ચઢીને શેરીલોબાન લે; તું ઘણાં ઓસડનો ઉપચાર કરશે, પણ એ તો નિરર્થક જશે. તું સાજી થઈશ નહિ.


કંઈ પણ શાંતિ ન છતાં, તેઓએ, ‘શાંતિ, શાંતિ, ’ બોલીને મારા લોકની દીકરીનો ઘા ઉપરઉપરથી રુઝાવ્યો છે.


ગિલ્યાદમાં કંઈ પણ શેરી લોબાન નથી? ત્યાં કોઈ વૈદ નથી? તો મારા લોકોની દીકરીને રૂઝ કેમ નથી આવી?


તમે રોગિષ્ઠને બળવાન કર્યું નથી, તમે માંદાને સાજું કર્યું નથી જેનું હાડકું ભાગ્યું હોય તેને તમે પાટો બાંધ્યો નથી, હાંકી મૂકેલાને તમે પાછું લાવ્યા નથી, ને ખોવાઈ ગયેલાને તમે શોધ્યું નથી. પણ જબરદસ્તીથી અને સખતાઈથી તમે તેના પર સત્તા ચલાવી છે.


જ્યારે એફ્રાઈમે પોતાની બીમારી, ને યહૂદિયાએ પોતાના જખમ જોયાં, ત્યારે એફ્રાઈમ આશૂરની પાસે ગયો, ને યારેબ રાજાને કહાવી મોકલ્યું. પણ તે તમને સાજા કરવાને અશક્ત છે, ને તેનાથી તમારો જખમ પણ રુઝાવાનો નથી.


અને ઈસુ એ સાંભળીને તેઓને કહે છે, “જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે: હું ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું.”


ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું, ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઊલટું તે વધતી માંદી થઈ હતી.


Lean sinn:

Sanasan


Sanasan