Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 13:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 મારી સામે પ્રતિવાદ કરે એવો કોણ છે? [જો કોઈ હોય] તો હું છાનો રહીશ અને પ્રાણ છોડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 મારી સામે કોઈ આરોપ મૂકનાર છે? તો હું ચૂપ રહેવા અને મરવા તૈયાર છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઈ પણ હોય તો હું ચૂપ રહીશ અને મારો પ્રાણ છોડીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 મને કોણ ખોટો ઠરાવી શકે એમ છે? જો કોઇ પણ હોય તો હું તત્કાળ ચૂપ થઇ જઇશ.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 13:19
13 Iomraidhean Croise  

તમારા હાથોએ મને ઘડયો છે, તથા ચોતરફથી મારો આકાર બનાવ્યો છે; તેમ છતાં તમે મારો વિનાશ કરો છો.


છાના રહો, મને નિરાંતે બોલવા દો, અને મારા પર જે વીતવાનું હોય તે છો વીતે.


ફક્ત બે બાબતોથી તમે મને મુક્ત કરો, તો હું તમારી આગળ મારું મુખ સંતાડું નહિ:


જો તમારે મારી વિરુદ્ધ ગર્વ કરવો જ હોય, અને મારી વિરુદ્ધ દલીલ રજૂ કરીને મારું અપમાન કરવું હોય,


જો તારે કંઈ કહેવું હોય, તો મને ઉત્તર આપ; બોલ, કેમ કે હું તને ન્યાયી ઠરાવવા ઈચ્છું છું.


માટે હું મારું મુખ બંધ નહિ રાખું, મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા જીવને વેદના થાય છે તેથી હું મારું દુ:ખ રડીશ.


અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી, અને મારો અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળ ભેગો થઈશ; તમે મને ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”


જો તે એની સાથે વિવાદ કરવાને ઈચ્છે, તો હજાર [પ્રશ્નો] માંથી એકનો પણ ઉત્તર તે એમને આપી શકે નહિ.


જુઓ, પ્રભુ યહોવા મને મદદ કરશે; મેન અપરાધી ઠરાવનાર કોણ છે? તેઓ સર્વ વસ્ત્રની જેમ જીર્ણ થઈ જશે; કીટ તેઓને ખાઈ જશે.


વળી જો હું એવું કહું કે, તેને વિષે હું વાત કરીશ નહિ, ને તેને નામે ફરી બોલીશ નહિ, તો જાણે મારાં હાડકાંમાં બળતો અગ્નિ સમાયેલો હોય, એવી મારા હ્રદયમાં પીડા થાય છે, અને મૂંગા રહેતાં મને કંટાળો આવે છે; હું [બોલ્યા વગર] રહી શકતો નથી.


ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? [તેઓને] ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan