Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 12:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ પશુઓને પૂછો, એટલે તેઓ તમને શીખવશે; અને ખેચર પક્ષીઓને પૂછો, એટલે તેઓ તમને કહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પરંતુ પશુઓને પૂછો એટલે તેઓ તમને શીખવશે; આકાશનાં પક્ષીઓ તમને કહી બતાવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પરંતુ પશુઓને પૂછો તો તે તમને શીખવશે, જો ખેચર પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “પરંતુ પશુઓને તમે પૂછો તો તે તમને શીખવશે, જો પક્ષીઓને પૂછો તો તે તમને કહેશે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 12:7
11 Iomraidhean Croise  

અને ઈશ્વરે મોટાં માછલાંને તથા હરેક પેટે ચાલનારાં જીવજંતુઓને, જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યાં, તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતનાં પક્ષીને, ઉત્પન્‍ન કર્યાં. અને ઈશ્વરે જોયું કે તે સારું છે.


અને પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્યપશુઓને, તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરનાં બધાં પેટે ચાલનારાંને ઈશ્વરે બનાવ્યાં; અને ઈશ્વરે જોયું કે, તે સારું છે.


લૂંટારાઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને રોષ ચઢાવનારાઓ સહીસલામત હોય છે; અને તેઓનું બાહુબળ તે જ તેમનો ઈશ્વર છે.


અથવા પૃથ્વીને પૂછો, અને તે તમને ખુલાસો આપશે. અને સમુદ્રનાં માછલાં તમને વિદિત કરશે.


શું તેઓ તને નહિ શીખવે, ‍ અને કંઈ નહિ કહે, અને તેઓ પોતાના [ડહાપણના] શબ્દો તને નહિ કહે?


ચાર વાનાં પૃથ્વી પર નાનાં છે, પણ તેઓ અતિશય શાણાં છે.


હે આળસુ, તું કીડી પાસે જા; તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા :


બળદ પોતાના માલિકને ઓળખે છે, ને ગધેડો પોતાના ધણીની ગભાણ જાણે છે; [પણ] ઇઝરાયલ જાણતો નથી, મારા લોક વિચાર કરતા નથી.”


વાયુચર બગલો પણ પોતાનો નીમેલો વખત જાણે છે; હોલો, અબાબીલ તથા સારસ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે. પણ મારા લોકો યહોવાનો નિયમ સમજતા નથી.


કેમ કે તેમના અદશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી.


Lean sinn:

Sanasan


Sanasan