Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 12:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 લૂંટારાઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને રોષ ચઢાવનારાઓ સહીસલામત હોય છે; અને તેઓનું બાહુબળ તે જ તેમનો ઈશ્વર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 લૂંટારાઓના તંબૂમાં આબાદી હોય છે; ઈશ્વરને ચીડવનારા અને તેમને પોતાની હથેલીમાં રાખવાનો દાવો કરનારા સલામતીમાં રહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 લૂટારુઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો ઈશ્વર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ચોર ડાકુઓના ઘર આબાદ થાય છે. તેઓ સુખથી જીવે છે અને દેવને પડકારનારાઓ સુરક્ષિત હોય છે; તેઓની તાકાત તે જ તેમનો દેવ છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 12:6
17 Iomraidhean Croise  

જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે. જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે.


પણ પશુઓને પૂછો, એટલે તેઓ તમને શીખવશે; અને ખેચર પક્ષીઓને પૂછો, એટલે તેઓ તમને કહેશે.


એથી તું તારું મન ઈશ્વરની વિરુદ્ધ કરે છે, અને તેવા શબ્દો પોતાના મુખમાંથી નીકળવા દે છે.


તેમ છતાં તેમણે તેઓનાં ઘરો સારાં વાનાંથી ભર્યાં. પણ દુષ્ટોના વિચાર મારાથી દૂર છે.


[ઈશ્વર] તેમને નિર્ભય સ્થિતિ આપે છે, અને તે પર તેઓ આધાર રાખે છે; અને તેમની દષ્ટિ તેઓના માર્ગો પર છે.


પૃથ્વી દુષ્ટને સ્વાધીન કરાયેલી છે; તે તેમના ન્યાયાધીશોનાં મોઢાં પર ઢાંકપિછોડો કરે છે; જો [તે કૃત્ય એમનું] ન હોય, તો બીજો કોણ એવું કરે?


હે યહોવા, તમારા હાથ વડે માણસોથી, કે જેઓનો ભાગ આ જિંદગીમાં છે તેવાં આ જગતનાં માણસોથી મારા જીવને બચાવો, જેઓનું પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; અને તેઓ છોકરાં વડે સંતુષ્ટ થાય છે, અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી પણ જાય છે.


ભૂંડું કરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ, અને અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ.


અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મોટા સામર્થ્યમાં મેં દુષ્ટને ફેલાતો જોયો.


કેમ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ટોની અદેખાઈ કરી.


જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે;


હે યહોવા, જ્યારે હું તમારી સાથે વિવાદ કરું ત્યારે તમે ન્યાયી ઠરો છો, તોપણ હું તમારી આગળ [મારી] ફરિયાદ વિષે દલીલ રજૂ કરીશ: દુષ્ટોનો માર્ગ શા માટે સફળ થાય છે? જેઓ અતિશય વિશ્વાસઘાત કરે છે તેઓ સર્વ શા માટટે મુખી હોય છે?


જેમ પાંજરું પક્ષીઓથી ભરેલું છે, તેમ તેઓનાં ઘરો કપટથી [મેળવેલા દ્રવ્યથી] ભરેલાં છે. તેથી તેઓ મોટા અને દ્રવ્યવાન થયા છે.


તેઓ પુષ્ટ તથા તેજસ્વી થયા છે. વળી તેઓ દુષ્ટ કર્મો કરતાં હદબહાર જાય છે. તેઓ દાદ, અનાથોની દાદ, સાંભળતા નથી, છતાં તેઓ આબાદ થાય છે. અને દરિદ્રીઓનો હક તેઓ ધ્યાનમાં લેતા નથી.


પછીથી પવનની જેમ તે ધસી જશે, જે પોતાના બળને પોતાનો દેવ ગણે છે તે અપરાધ કરીને ગુનેગાર ઠરશે.”


Lean sinn:

Sanasan


Sanasan