અયૂબ 12:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 જેણે ઈશ્વરની પ્રાર્થના કરી, અને જેને ઈશ્ચરે ઉત્તર પણ આપ્યો, એવા માણસને તેના પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; એટલે ન્યાયી, સંપૂર્ણ માણસ હાંસીપાત્ર છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 એક સમયે ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા હતા, પણ અત્યારે હું મારા મિત્રોની દષ્ટિમાં પણ હાંસીપાત્ર બન્યો છું; અને હું નેક અને નિર્દોષ માણસ હોવા છતાં મારી મજાક ઉડાવાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મારા પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; હું, જેણે ઈશ્વરને પ્રાર્થના કરી અને જેને ઈશ્વરે ઉત્તર પણ આપ્યો તે હું છું; હું, નિર્દોષ અને સંપૂર્ણ માણસ જે હમણાં હાંસીપાત્ર ગણાય તે હું છું. Faic an caibideilપવિત્ર બાઈબલ4 ‘એક દિવસ દેવ મારી પ્રાર્થના સાંભળતા હતા;’ પણ હવે તો મારા મિત્રો પણ મારી પર હસે છે, હું ખરેખર સાચો છું અને નિર્દોષ છું છતાં તેઓ હસે છે. Faic an caibideil |