Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 12:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેઓ અજવાળા વગર અંધકારમાં ફાંફાં મારે છે; અને તે તેઓને છાકટા માણસની જેમ લથડિયાં ખવાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 તેઓ પ્રકાશ વગર અંધકારમાં ફાંફાં મારે છે, અને પીધેલાની જેમ લથડિયાં ખાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેઓ અજવાળા વગર અંધકારમાં અથડાય છે અને તે તેઓને વ્યસની માણસની જેમ લથડતા કરી મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 ઘોર અંધકારમાં અથડાતાં અને છાકટા માણસની જેમ લથડતાં તેઓને કરી મૂકે છે.”

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 12:25
10 Iomraidhean Croise  

ધોળે દિવસે તેઓને અંધકાર માલૂમ પડે છે, અને ખરે બપોરે તેઓ રાતની જેમ ફાંફાં મારે છે.


તેઓ આમતેમ ડોલતાં પીધેલાની જેમ લથડે છે, અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.


પૃથ્વી પીધેલાની જેમ લથડિયાં ખાશે, ને ઝૂંપડીની જેમ આમતેમ હાલી જશે; તેનો અપરાધ તે પર ભારરૂપ થઈ પડશે, તે પડશે ને ફરી ઊઠશે નહિ.


યહોવાએ તેમાં આડાઈનો આત્મા ભેળવ્યો છે; અને જેમ પીધેલો માણસ ઊલટી કરતો લથડિયાં ખાય છે, તેમ તેઓએ મિસરને તેનાં સર્વ કામોમાં ભમાવ્યો છે.


પણ જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તે અંધકારમાં છે, અંધકારમાં ચાલે છે, અને પોતે ક્યાં જાય છે તે જાણતો નથી, કેમ કે અંધકારે તેની આંખો આંધળી કરી છે.


હવે જો, પ્રભુનો હાથ તારી વિરુદ્ધ છે, કેટલીક મુદત સુધી તું આંધળો રહેશે, અને તને સૂર્યનાં દર્શન થશે નહિ.” ત્યારે એકાએક ધૂમર તથા અંધકાર તેના પર આવી પડ્યાં. અને હાથ પકડીને પોતાને દોરે એવાની તેણે શોધ કરવા માંડી.


આંધળાની જેમ ભીંતને હાથ અડકાડી અડકાડીને શોધીએ છીએ, હા, જેને આંખ નથી તેની જેમ હાથ અડકાડીએ છીએ; જાણે ઝળઝળિયું હોત તેમ ખરે બપોરે ઠોકર ખાઈએ છીએ; મુડદાં જેવા અંધકારમય સ્થાનમાં છીએ.


અને જેમ આંધળો અંધારામાં ફાંફાં મારે છે, તેમ તું ખરે બપોરે ફાંફાં મારશે, ને તારા માર્ગમાં તું સફળ નહિ થાય. અને તું માત્ર જુલમ તથા લૂટને સ્વાધીન થશે, ને તને બચાવનાર કોઈ નહિ હોય.


અને ઘરના બારણા પાસે જે હતા, તે નાના મોટા સર્વને તેઓએ આંધળા કરી નાખ્યા; માટે તેઓ બારણું શોધતા શોધતાં થાકી ગયા.


તેના તંબુમાંનું અજવાળું અંધકારરૂપ થઈ જશે, અને તેની પાસેનો તેનો દીપક હોલવી નાખવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan