Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 12:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેમના હાથમાં તો સર્વ સજીવ વસ્તુઓનો પ્રાણ તથા મનુષ્યમાત્રનો આત્મા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 સર્વ સજીવોના પ્રાણ અને દરેક મનુષ્યનો આત્મા તેમના હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 બધા જ જીવો તથા મનુષ્યનો આત્મા પણ ઈશ્વરના જ હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 બધાંજ જીવો તથા મનુષ્યનો આત્મા પણ દેવના જ હાથમાં છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 12:10
17 Iomraidhean Croise  

અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.


અને જુઓ, સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ; અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે.


(કેમ કે મારો જીવ મારા ખોળિયામાં હજી અનામત છે, અને ઈશ્વરનો શ્વાસ મારાં નસકોરાંમાં છે;)


કેમ કે અધર્મી નફો મેળવે તોપણ ઈશ્વર તેનો જીવ લઈ લે, તો પછી તેને શી આશા રહે?


ઈશ્વરના આત્માએ મને સરજ્યો છે, ને સર્વશક્તિમાનનો શ્વાસ મને જીવન આપે છે.


તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ગભરાઈ જાય છે; તેઓનો પ્રાણ તમે લઈ લો છો, એટલે તેઓ મરે છે, અને પાછાં ધૂળમાં મળી જાય છે.


તમે તમારો આત્મા મોકલો છો એટલે તેઓ ઉત્પન્‍ન થાય છે; અને દુનિયાને તમે તાજી કરો છો.


આ બધા વિષે માહિતી મેળવવાનો મેં મારા મનમાં નિર્ણય કર્યો, ને મેં જોયું કે નેકીવાનો તથા જ્ઞાનિઓ તથા તેઓનાં કામો ઈશ્વરના હાથમાં છે. [મેં જોયું કે] તે પ્રેમ હશે કે દ્વેષ હશે, તે કોઈ માણસ જાણતો નથી; બધું તેમના ભવિષ્યમાં છે.


આકાશોને ઉત્પન્ન કરનાર, તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર, તે પરના લોકોને પ્રાણ આપનાર તથા તે પરના ચાલનારાને જીવન આપનાર યહોવા ઈશ્વર, તેમણે એવું કહ્યું છે,


કેમ કે હું સદા વિવાદ કરનાર નથી, ને સર્વકાળ રોષ રાખનાર નથી; રખેને મેં જે આત્માને તથા જે જીવોને પેદા કર્યા છે, તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય.


પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેમના મંદિરનાં પાત્રો આપની આગળ લાવવામાં આવ્યાં છે, ને આપે તથા આપના અમીરઉમરાવોએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષારસ પીધો છે. વળી આપે સોનારૂપાનાં, પિત્તળનાં, લોઢાનાં, લાકડાંના તથા પથ્થરનાં દેવદેવીઓ જે જોતાં નથી, સાંભળતાં નથી કે જાણતાં નથી, તેમની સ્તુતિ કરી છે; અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે, ને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી.


અને તેઓએ ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, સર્વ દેહના આત્માઓના ઈશ્વર, શું એક માણસ પાપ કરે, તેથી તમે સમગ્ર પ્રજા પર કોપાયમાન થશો?”


જે દેહથી જન્મેલું છે તે દેહ છે; અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે.


તેમને માણસોના હાથની સેવા જોઈતી નથી, કેમ કે તેમને કશાની ગરજ નથી. જીવન, ‍ શ્વાસોચ્છવાસ તથા સર્વ વસ્તુઓ તે પોતે સર્વને આપે છે.


કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાંકે કહ્યું છે, ‘આપણે પણ તેનાં સંતાનો છીએ, તેમ.


Lean sinn:

Sanasan


Sanasan